પશ્ચિમ બંગાળની પંચાયત ચૂંટણીમાં TMC તમામ જિલ્લાઓમાં આગળ

PC: dnaindia.com

પશ્ચિમ બંગાળની પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ (TMC) ફરી એક વખત સાશન બનાવતું હોય એવું દેખાઈ રહ્યું છે. TMC તમામ 19 જિલ્લાઓમાં આગળ ચાલી રહ્યું છે. હાલમાં ભાજપ અને અન્ય દળના ઉમેદવારો બીજા સ્થાન પર છે.

રુઝાન પરથી જોવા મળી રહ્યું છે લેફ્ટનો ગ્રાફ સતત ઘટી રહ્યો છે. કોંગ્રેસની સ્થિતિ પણ ખૂબ નબળી જણાઈ રહી છે.

1) TMCએ 24 પરગણા જિલ્લાની 227 ગ્રામ પંચાયતોની સીટ પર આગળ છે, જ્યારે ભાજપ 18 સીટથી આગળ છે.
2) પશ્ચિમના મિદનાપુરમાં TMC 230 સીટ પર આગળ છે, જ્યારે ભાજપે 40 સીટો પર આગળ મેળવી છે.
3) પશ્ચિમના બર્દવાન જિલ્લામાં TMC 287 સીટ પર અને ભાજપ 13 સીટ પર આગળ છે.
4) ઝારગ્રામ જિલ્લામાં TMC 170 સીટો પર, ભાજપ 50 અને લેફ્ટ 13 સીટ પર આગળ છે.
5) પુરૂલિયા જિલ્લામાં TMCએ 211 સીટ અને ભાજપે 45 સીટ પર આગળ છે.
6) તમામ 19 જિલ્લાઓમાં TMC એ બહુમતી મેળવી છે. ઘણી જગ્યાઓ પર ભાજપ બીજા સ્થાને દેખાઈ રહ્યું છે.
7) પૂર્વ મિદનાપુર, ઝારગ્રામ, પુરૂલિયા, પૂર્વી બર્દવાન, વીરભૂમ, કૂચ બિહાર, અલીપુરદુઆર, જલપાઈગુડી, ઉત્તર દિનાજપુર,દક્ષિણ દિનાજપુર, માલદા, નદિયા, નોર્થ 24 પરગના, હુગલી અને હાવડામાં TMC ગ્રામ પંચાયતની સીટો પર આગળ ચાલી રહી છે.

કુલ સીટની સંખ્યા

જિલ્લા પરિષદ - 621 સીટ
પંચાયત સમિતિ - 6119
ગ્રામ પંચાયત - 31789

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp