દિવગંત પૂર્વ PM ડૉ.મનમોહન સિંહના 3 દીકરી રાજકારણમાં નથી તો શું કરે છે?
દેશના પૂર્વ પ્રધાનમંત્રી દિવગંત ડો. મનમોહન સિંઘને સંતાનોમાં 3 દીકરીઓ છે અને ત્રણેય તેમના ક્ષેત્રમાં પારંગત છે. ત્રણેયમાંથી એક પણ દીકરીઓને દુર દુર સુધી રાજકારણ સાથે કોઇ સંબંધ નથી.
ડો. મનમોહન સિંહના સૌથી મોટા દીકરીનું નામ ઉપિંદર સિંઘ છે અને તેઓ દિલ્હીની અશોકા યુનિવર્સિટીમાં ફેકલ્ટી ડીન છે. તેમણે પ્રાચીન ભારતના ઇતિહાસ પર મહત્ત્વનો અભ્યાસ કર્યો છે.
બીજા નંબરના દીકરી અમૃત સિંઘ અમેરિકામાં રહે છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં LAWના પ્રોફેસર છે. તેમણે માનવઅધિકાર માટે ઘણા કામો કર્યા છે.
ત્રીજા નંબરના અને સૌથી નાના દીકરીનું નામ દમન સિંઘ છે અને તેઓ પ્રોફેશનલ લેખિકા છે. તેમણે તેમના માતા-પિતા મનમોહન અને ગુરુશરણ વિશે બાયોગ્રાફી લખી છે. દમનના લગ્ન ગુજરાતના 1983 બેચના IPS અશોક પટનાયક સાથે થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp