PM મોદીએ રોડ શોમાં એવું તે શું કર્યું કે, તેમની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન...

PC: etvbharat.com

કેરળના ત્રિશૂરમાં રહેતા એક વ્યક્તિએ દેશના PM નરેન્દ્ર મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે કોચીમાં એક રોડ શોમાં PM નરેન્દ્ર મોદી વાહનના ખુલ્લા દરવાજાથી બહારની તરફ લટકતા હતા. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે, PM નરેન્દ્ર મોદીની કારના કાચ ફૂલોથી ઢંકાયેલા હતા. જેના કારણે વાહનચાલકને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી શકે છે કારણ કે તેનો વ્યુ બ્લોક થઈ રહ્યો છે.

દક્ષિણ ભારતની એક મીડિયા સંસ્થાએ આ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ ફરિયાદ પોલીસ મહાનિર્દેશક અને મોટર વાહન વિભાગને કરવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે, સમાજના લોકોને કાયદાનું પાલન કરવાનું શીખવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ.

PM નરેન્દ્ર મોદી કેરળની બે દિવસીય મુલાકાત માટે 24 એપ્રિલ, સોમવારે કોચી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે એક રોડ શોમાં ભાગ લીધો હતો. કેરળમાં PM નરેન્દ્ર મોદીનો આ પહેલો રોડ શો હતો. તેમને જોવા માટે હજારો લોકો એકઠા થયા હતા.

રોડ શો દરમિયાન PM નરેન્દ્ર મોદી કારમાંથી નીચે ઉતરીને થોડીવાર સુધી ચાલવા લાગ્યા હતા. લગભગ 20 મિનિટ ચાલ્યા બાદ તેઓ વાહનના ફૂટબોર્ડ પર ઉભા રહ્યા હતા. કારનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. આ દરમિયાન તેમણે હાઈવેની બાજુમાં અને ત્યાંની ઈમારતો પર તેમની રાહ જોઈ રહેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. તેમના સ્વાગતમાં ફૂલોની વર્ષા પણ કરવામાં આવી હતી. આ જ ફૂલો કારના કાચ પર પણ પડ્યા હતા. તમે આખા રોડ શોનો વીડિયો અહીં જોઈ શકો છો.

વિડિયો શોધવા માટે BJP પાર્ટીના યુટ્યુબ પેજ પર ગયા ત્યારે, તિરુવનંતપુરમ રોડ શોનો વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો. ત્યાં PM નરેન્દ્ર મોદી વાહનના ફૂટબોર્ડ પર ઉભા રહીને લોકોનું અભિવાદન કરતા જોવા મળે છે.

અહીં તમને જણાવી દઈએ કે, કેરળની બે દિવસીય મુલાકાતે PM નરેન્દ્ર મોદીએ દેશના પહેલા ટેક પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કોચીમાં દેશની પ્રથમ વોટર મેટ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. બાકી આ ફરિયાદો પર પોલીસ શું કાર્યવાહી કરે છે. એ તો આવનારો સમય જ બતાવશે, જે ખરેખર જોવા લાયક હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp