26th January selfie contest

શું છે એક્ઝિટ પોલ્સ? તેના પરિણામ પર વિશ્વાસ કરાય કે નહીં?

PC: thefederalist.com

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ છેલ્લા સ્થાન પર છે. રાજસ્થાનમાં 199 બેઠકો અને તેલંગણાની 119 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મિઝોરમ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીઓ માટે મતદાન કર્યું છે. મંગળવારે મતદાનની ગણતરી પછી પાંચ રાજ્યોમાં ચૂંટણીના વાસ્તવિક પરિણામો જાહેર કરવામાં આવશે પરંતુ એક્ઝિટ પોલ્સ શુક્રવાર સાંજથી જ ચૂંટણીના સંભવિત પરિણામને દર્શાવવાનું શરૂ કરી દેશે.

રાજસ્થાનમાં જ્યાં મુખ્ય લડાઈ ભાજપ અને કોંગ્રેસ શસક વચ્ચે છે. તો બીજીબાજૂ તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ), કોંગ્રેસ-ટીડીપી જોડાણ અને ભાજપમાં ત્રિકોણીય હરીફાઈ છે. એક્ઝિટ પોલ આવતાં જ જ અંદાજો લગાવી શકાશે કે 12 ડિસેમ્બરે આવનારા પરિણામોમાં કઈ પાર્ટી સરકાર બનાવી રહી છે. આવી પરિસ્થિતિમાં આ એક્ઝિટ પોલ્સ શું છે અને ચૂંટણી પરિણામો વિશે તેઓ જે અનુમાન લગાવે છે તે કેટલાં સાચા છે તેની પર સવાલ ઉઠવો સ્વાભાવિક છે.

એક્ઝિટ પોલ્સ શું છે અને તે કેવી રીતે કરવામાં આવે છે?

એક્ઝિટ પોલ્સ મતદાન કરીને મતદાન બૂથમાંથી બહાર આવતા લોકો સાથે થયેલી વાતચીત અથવા તેમના વલણો પર આધારિત છે. તેના દ્વારા અંદાજ લગાવવામાં આવે છે કે પરિણામ કઈ દિશામાં છે. આ પોલિંગમાં મતદારો સાથે વ્યાપક રીતે વાતચીત કરવામાં આવે છે. એક્ઝિટલ પોલ્સ આયોજિત કરવાની કામગીરી ઘણા સંગઠનો કરી રહી છે.

એક્ઝિટ પોલ્સ ટેલિકાસ્ટ કરવાની પરવાનગી વોટિંગ પૂરું થયા પછી જ શા માટે આપવામાં આવે છે? આ પહેલાં કેમ નહીં?

લોકો પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 126એ હેઠળ મતદાન દરમિયાન એવી કોઈ વસ્તુ ન થવી જોઈએ જે મતદારોના મનોવિજ્ઞાનને અસર કરે અથવા તેમના મતદાનના નિર્ણયને પ્રભાવિત કરે. મતદાન સમાપ્ત થયાના દોઢ કલાક સુધી એક્ઝિટ પોલ્સનું પ્રસારણ નથી કરી શકાતું અને તે ત્યારે જ થઈ શકે છે જ્યારે તમામ ચૂંટણીઓનો મતદાનનો છેલ્લો રાઉન્ડ પણ પૂરો થઈ ગયો હોય.

શું એક્ઝિટ પોલ્સ હંમેશા સાચા હોય છે?

ના. ભૂતકાળમાં એવું સાબિત થયું છે કે એક્ઝિટ પોલ્સે જે અનુમાન લગાવ્યા હતા તે ખોટા સાબિત થયા હોય. ભારતમાં એક્ઝિટ પોલ્સનો ઇતિહાસ ખૂબ ચોક્કસ નથી રહ્યો. ઘણીવાર એક્ઝિટ પોલ્સ પરિણામોની વિરુદ્ધ પણ રહ્યા છે.

ઓપિનિયન પોલ્સ અને એક્ઝિટ પોલ્સ વચ્ચે શું તફાવત છે?

ઓપિનિયન પોલ્સ મતદાનના ઘણાં સમય પહેલાં મતદારોની વર્તણૂક અને તેઓ શું કરી શકે છે એ જાણવાં માટે હોય છે. તેનાથી એ જાણી શકાય છે કે આ વખતે મતદાર કઈ પાર્ટી તરફ જવાનું મન બનાવી રહ્યા છે. એક્ઝિટ પોલ્સ હંમેશા વોટિંગ પછી જ થાય છે.

એક્ઝિટ પોલ્સ ક્યારે શરૂ થયાં?

એવું માનવામાં આવે છે કે તે 1967માં સામે આવ્યા હતા. એક ડચ સમાજશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાજકારણી માર્સેલ વાન ડેને દેશની ચૂંટણીઓ દરમિયાન એક્ઝિટ પોલ્સ કર્યું. જો કે, એવું પણ કહેવામાં આવે છે કે એ જ વર્ષે યુએસમાં એક રાજ્યની ચૂંટણી દરમિયાન કરવામાં આવ્યું હતું. આ રીતે 1940માં પણ એક્ઝિટ પોલ્સ તરીકે ચૂંટણીના પરિણામો કાઢવાની વાત સામે આવી હતી.

તેનો વિરોધ કેમ થઈ રહ્યો છે?

કારણ કે, સામાન્ય રીતે ન તો તેઓ બહુ તાર્કિક હોય છે કે ન તો તેને વધુ લોકો સાથે ચર્ચા કર્યાં બાદ તૈયાર કરવામાં આવે છે. એટલા માટે તેઓ ઘણીવાર વાસ્તવિકતાથી દૂર હોય છે. ઘણા દેશોમાં તેના પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચે તેની પર પ્રતિબંધ મૂક્યો હતો. આજકાલ મોટાભાગના લોકો એક્ઝિટ પોલ્સને વિશ્વસનીય માનતા નથી.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp