મખાના બેલ્ટ શું છે? જેમાં ભાજપ બજેટમાં મોટો દાવ રમી ગયું
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે શનિવારે જ્યારે બજેટ જાહેર કર્યું અને બિહાર માટે અનેક જાહેરાતો કરવામાં આવી ત્યારે એવું લાગતું હતું કે, ગઠબંધનના દબાણને કારણે કદાચ ભાજપે બજેટમાં બિહારને છુટ આપી હતી. પરંતુ જાણકારોનું કહેવું છે કે, બિહારમાં મખાના બોર્ડની જાહેરાત કરીને મખાના બેલ્ટમાં ભાજપે મોટો દાવ કર્યો છે.
મખાના બેલ્ટ એટલે બિહારના એવા વિસ્તારો જ્યાં મખાનાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. મખાના ઉત્પાદનમાં બિહાર આખા દેશનું સૌથી મોટું રાજ્ય છે અને 35000 હેકટરમાં મખાનાની ખેતી કરવામાં આવે છે. ભાજપે મખાના માટે બોર્ડની જાહેરાત કરી તેને કારણે લાખો ખેડુતોને ફાયદો થાય તેમ છે અને NDAને 243 બેઠકોમાંથી 72 બેઠકો પર ફાયદો મળી શકે તેમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp