ફડણવીસ મુખ્યમંત્રી બન્યા હવે અદાણીના ધારાવી પ્રોજેક્ટનું શું થશે?
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહાવિકાસ અઘાડીએ ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે, તેમની સરકાર આવશે તો ધારાવી રિડેવલમેન્ટ પ્રોજેક્ટ નહીં થવા દેશે. હવે મહાયુતિને બહુમતી પછી દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બન્યા છે ત્યારે આ પ્રોજેક્ટ ફરી ધમધમવા માંડશે. 10 ડિસેમ્બરે ફડણવીસ અને ગૌતમ અદાણી વચ્ચે બેઠક થઇ હતી.
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ 23000 કરોડ રૂપિયાનો છે અને13 જુલાઇ 2023માં અદાણીની કંપનીને કોન્ટ્રાક્ટ મળેલો છે. 17 મહિના થઇ ગયા હજું માત્ર સર્વે જ થઇ રહ્યો છે.
ધારાવીમાં 10 લાખની વસ્તી છે અને 13000થી વધારે ફેકટરીઓ આવેલી છે.
ધારાવીના લોકોને ચિંતા છે કે તેમને માત્ર ઘર જ મળશે? જે કામકાજ કરી રહ્યા છે તેની સામે શું મળશે તે બાબતે હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp