PM મોદી સ્વિડન અને બ્રિટન જઇને શું કરશે?

PC: ANI

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ ફરી એકવાર શરૂ થયો છે. તેઓ સ્વિડન અને બ્રિટનની મુલાકાતે ગયા છે. કોમનવેલ્થ ડેક્સ ઓફ ગવર્મેન્ટની બેઠકમાં ભાગ લઇને તેઓ પાર્ચ થેરેસા મે સાથે ટ્રેડ ડીલ કરવાના છે.  યુરોપિયન યુનિયન છોડ્યા પછી બ્રિટન માટે ભારતની કંપનીઓ પર સંકટ આવી ગયું છે. મોદીની ગયા નવેમ્બરની મુલાકાત દરમ્યાન બન્ને દેશો વચ્ચે 900 અબજના કોન્ટ્રાક્ટ સાઇન કરવામાં આવ્યા છે. મોદીની પાંચ દિવસની આ ટૂર દરમિયાન સ્વીડન અને બ્રિટનમાં મોદી વેપાર, રોકાણ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં બંને દેશો વચ્ચે સમજૂતીને વધુ મજબુત કરવાના પ્રયત્ન કરશે.

આ યાત્રાના અંતિમ ચરણમાં ભારત પરત ફરતા સમયે તેઓ બર્લિનમાં રોકાણ કરશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ સ્વિડનની રાજધાની સ્ટોકહોમ પહોંચશે, જ્યાં તેઓ વડાપ્રધાન લોફવેન સાથે મુલાકાત કરશે. ભારત અને સ્વિડન નોર્ડિક સંમેલનમાં એક સાથે જશે. મોદીએ ફેસબુકમાં લખ્યું છે કે ભારત અને સ્વિડન વચ્ચે ભાઇચારા જેવો સંબંધ છે. આ સંબંધ વિશ્વની વ્યવસ્થા પ્રત્યે અમારી કટિબદ્ધતા પર આધારિત છે. અમારો સંબંધ બંને દેશના વિકાસ માટે ઘણો મહત્વપૂર્ણ છે. સ્વિડન અને ભારતના વડાપ્રધાન વચ્ચે મંગળવારે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં રોકાણ માટે ઉદ્યોગકારો સાથે મુલાકાત કરશે. જેમાં સ્માર્ટ સિટી હેઠળ સહયોગ માટેનો રોડ મેપ તૈયાર કરીશે. સ્વિડન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની મુલાકાતે જશે. મોદીએ કહ્યું છે કે લંડનની મારી યાત્રા બંને દેશના દ્વીપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે અને નવી દિશા તરફ પ્રયાણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લંડનમાં ચાલી રહેલા કોમનવેલ્થ ગેમ્સની સેરેમનીમાં ભાગ લેવા છે. આ પ્રસંગે અલગ-અલગ દેશના વડાપ્રધાન ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે માત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક માત્ર મહેમાન છે કે જે લિમોઝીન કારમાં મુસાફરી કરશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp