જ્યારે અડધી રાત્રે PM મોદીએ વિદેશમંત્રી જયશંકરને ફોન કર્યો અને પૂછ્યું-જાગો છો?

PC: gnttv.com

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર હાલમાં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્કની મુલાકાતે છે. અહીં એક કાર્યક્રમને સંબોધતા, તેમણે ગયા વર્ષે તાલિબાને સત્તા સંભાળ્યા પછી અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને બહાર કાઢવાના મિશન પર વડા પ્રધાન મોદી સાથેની તેમની મધ્યરાત્રિની ચર્ચાનો ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમને સંબોધતા જયશંકરે કહ્યું કે મને યાદ છે કે ગયા વર્ષે અડધી રાત્રે અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં ભારતના વાણિજ્ય દૂતાવાસ પાસે હુમલો થયો હતો. અમે તાજી ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા અને ફોન દ્વારા ત્યાંના અધિકારીઓ સાથે સંપર્કમાં હતા. પછી અચાનક મોડી રાત્રે મારો ફોન રણક્યો. સામાન્ય રીતે જ્યારે વડાપ્રધાન ફોન કરે છે ત્યારે કોલર ID દેખાતું નથી.

મને થોડું આશ્ચર્ય થયું પણ મેં ફોન ઉપાડ્યો. ફોન વડાપ્રધાનનો હતો. મેં ફોન ઉપાડતાં જ તેમણે પહેલો પ્રશ્ન પૂછ્યો, તમે જાગો છો? તે વખતે રાતના 12.30 વાગ્યા હતા, મેં કહ્યું હા સાહેબ હું જાગું છું

જયશંકરે આગળ કહ્યુ  કે, પછી પ્રધાનમંત્રીએ મને પુછ્યુ કે, અચ્છા તો  શું તમે ટીવી જોઇ રહ્યા છો? અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે? મેં કહ્યું કે હુમલો થઈ રહ્યો છે, ભારતીયોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. આના પર વડાપ્રધાને કહ્યું કે  અચ્છા, જ્યારે બધું સમાપ્ત થઇ જાય પછી મને ફોન કરજો.

મેં પ્રધાનમંત્રીને કહ્યું હતું કે હજુ ત્રણેક કલાક લાગી શકશે, બધુ ખતમ થઇ જાય તો હું તમારી પાસે આવીને માહિતી આપી દઇશ. પ્રધાનમંત્રી કહ્યું કે માત્ર મને ફોન કરી દેજો.

વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે હું તમને આ બધું એટલા માટે કહી રહ્યો છું કારણ કે તે દર્શાવે છે કે સરકારમાં બેઠેલા લોકો, જેની સાથે તમે કામ કરી રહ્યા છો, કેટલા સક્રિય અથવા કેટલા સંવેદનશીલ છે. આપણા વડાપ્રધાનમાં આ અનોખો ગુણ છે કે તેઓ સારા-ખરાબ દરેક સમયે તૈયાર રહે છે. અમે કોવિડના સમયમાં પણ આ જોયું. નેતાઓ સામાન્ય રીતે સારા સમયમાં જ સાથે રહેતા હોય છે.

તેમણે કહ્યું, તમે જોયું જ હશે કે કોવિડના સમયે વિશ્વના નેતાઓએ પરિસ્થિતિને કેવી રીતે હેન્ડલ કરી, દરેક વ્યક્તિએ આગળ વધીને કામ કરવાની હિંમત નહોતી કરી. હું તેની જવાબદારી લઈશ કે હું મુશ્કેલ નિર્ણયો લઈશ એવું નથી કહ્યું.પરંતુ આપણા વડાપ્રધાનમાં આ અનોખી ગુણવત્તા છે કે તેઓ હંમેશા તૈયાર રહે છે.

ગયા વર્ષે અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો હોવાથી ભારત સરકારે ત્યાં ફસાયેલા ભારતીયોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા.આ માટે ભારત સરકારે ઓપરેશન દેવશક્તિ શરૂ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp