કાર્યકાળ સમાપ્ત થયા બાદ ક્યાં રહે છે દેશના રાષ્ટ્રપતિ, કઈ-કઈ મળે છે સુવિધાઓ?

PC: delhitourism.travel

24 જુલાઇના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ સમાપ્ત થઈ જશે. હાલમાં રામનાથ કોવિંદ દુનિયાના સૌથી મોટા રાષ્ટ્રપતિ ભવનમાં રહે છે. ભારતનું રાષ્ટ્રપતિ ભવન 330 એકરમાં ફેલાયેલું છે, જોકે ઇમારત 5 એકરમાં બનેલી છે. 4 માળની આ ઇમારતમાં કુલ 340 રૂમ છે. રાષ્ટ્રપતિ ભવનનું ઉદ્યાન 190 એકરમાં ફેલાયેલો છે. ભારતમાં પ્રથમ નાગરિકના આ નિવાસ સ્થાનમાં લગભગ 200 લોકો કામ કરે છે. આ ભવનમાં રાષ્ટ્રપતિને વિશેષ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રપતિના નિવાસ, સ્ટાફ, મહેમાનો અને ભોજન વગેરે પર વાર્ષિક લગભગ 225 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ આજનો મુદ્દો એ છે કે, કાર્યકાળ સમાપ્ત થયા બાદ પૂર્વ થઈ ચૂકેલા રાષ્ટ્રપતિ ક્યાં રહે છે અને તેમને કઈ-કઈ સુવિધાઓ મળે છે?

પૂર્વ રાષ્ટ્રપતિ માટે શું નિયમ છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, નિયમ અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિને દેશની રાજધાની દિલ્હીમાં મંત્રીઓને ફાળવાતા બંગલા જ આપવાના હોય છે. રામનાથ કોવિંદ ભારતના 14માં રાષ્ટ્રપતિ છે. બે રાષ્ટ્રપતિ જાકીર હુસેન અને ફખરુદ્દીન અલી અહમદનું પદ પર રહેતા મોત થઈ ગયું હતું. એ સિવાય જે રાષ્ટ્રપતિઓની સેવા સમાપ્ત થાય છે, તેમાંથી મોટાભાગના દિલ્હીમાં ન રહીને પોત પોતાના ગૃહ ક્ષેત્રમાં જતા રહ્યા. જેમ કે, દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ કાર્યકાળ સમાપ્ત થયા બાદ પટના શિફ્ટ થઈ ગયા હતા.

બીજા રાષ્ટ્રપતિ એસ. રાધાકૃષ્ણન, ચોથા રાષ્ટ્રપતિ વી.વી. ગિરી અને નવમા રાષ્ટ્રપતિ આર. વેંકટરમન સેવા મુક્ત થવા પર ચેન્નાઈ જતા રહ્યા હતા. એન. સંજીવ રેડ્ડી રાષ્ટ્રપતિ ભવન છોડ્યા બાદ બેંગ્લોર જતા રહ્યા હતા. દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટિલ પદ છોડ્યા બાદ પૂણે શિફ્ટ થઈ ગયા હતા. કેટલાક પૂર્વ રાષ્ટ્રપતિ દિલ્હીમાં પણ રહ્યા. જ્ઞાની જૈલ સિંહ કાર્યકાળ સમાપ્ત થયા બાદ તીન મૂર્તિ સ્થિત સર્ક્યૂલર રોડ પાસે બંગલામાં રહેવા લાગ્યા હતા. શંકર દયાલ શર્મા સફદરગંજ રોડ સ્થિત એક બંગલામાં રહ્યા. કે.આર. નારાયણ પદ છોડ્યા બાદ લૂટિયન દિલ્હીમાં રહ્યા. APJ અબ્દુલ કલામ 10 રાજાજી માર્ગ સ્થિત એક બંગલામાં રહ્યા. ત્યારબાદ એ જ બંગલામાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ રહ્યા.

પૂર્વ રાષ્ટ્રપતિને મળતી સુવિધાઓ:

રાષ્ટ્રપતિની માસિક સેલેરી 5 લાખ રૂપિયા હોય છે, આ રકમ પર કોઈ પણ પ્રકારના ટેક્સની ચુકવણી કરવાની હોતી નથી. રિટાયર થવા પર 1.5 લાખ રૂપિયા પ્રતિ મહિનાનું પેન્શન મળે છે. સ્ટાફ પર ખર્ચ કરવા માટે 60 હજાર અલગથી મળે છે. આજીવન મફત સારવાર અને આવાસની સુવિધા પણ મળે છે. એ સિવાય પૂર્વ રાષ્ટ્રપતિને બે ફ્રી લેન્ડલાઇન અને એક મોબાઇલ પણ આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp