5G ઓક્શનમાં ગરબડી? 2G કૌભાંડમાં નિર્દોષ છૂટેલા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ...

PC: indiatoday.in

દેશનો સૌથી મોટો કૌભાંડ કહેવાતા ‘2G સ્કેમ’ કેસમાં મુક્ત થયેલા પૂર્વ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી અને DMKના સાંસદ એ. રાજાએ 5G સ્પ્રેક્ટ્રમ ઓક્શન પર મોટા સવાલ ઊભા કર્યા છે અને તપાસની માગણી કરી છે. રાજાનું કહેવું છે કે, બની શકે છે કે કેન્દ્ર સરકાર અને કેટલીક કંપનીઓ વચ્ચે પહેલા જ સમજૂતી થઈ રહી હોય. સરકારે પોતે જ પહેલા અનુમાન લગાવ્યું હતું કે, 5G 5 લાખ કરોડ સુધીમાં વેચવામાં આવશે, પરંતુ હવે તેનું ઓક્શન માત્ર 1.5 લાખ કરોડ રૂપિયામાં થયું છે. આખરે પૈસા ક્યાં ગયા, ભૂલ ક્યાં થઈ? હાલની સરકારે તેની તપાસ કરવી જોઈએ.

એ. રાજાએ કહ્યું કે, જ્યારે તેમણે 30MHz સ્પેક્ટ્રમ ફાળવણીની ભલામણ કરી હતી, ત્યારે CAG વિનોદ રાયે કહ્યું હતું કે તેનાથી 1.76 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. હવે 51GHzનું ઓક્શન થયું છે જે તેનાથી ખૂબ વધારે છે. 1 ઑગસ્ટના રોજ 5G સ્પેક્ટ્રમનું ઓક્શન સમાપ્ત થયું છે. 6 દિવસ ઓક્શનની પ્રક્રિયા ચાલ્યા બાદ અંતિમ બોલી 1,50,173 કરોડની લગાવવામાં આવી. આ ઓક્શનમાં રિલાયન્સ Jio, ભારતીય એરટેલ અને વોડાફોન સિવાય અદાણી એન્ટરપ્રાઇઝિસ પણ સામેલ હતી.

રિલાયન્સ Jioએ સૌથી મોટી બોલી લગાવીને સ્પેક્ટ્રમ પર હક જમાવ્યો છે. તો સરકારનું કહેવું છે કે ભારતમાં ઓક્ટોબર સુધી 5G સેવા શરૂ થઈ જશે. 2G કૌભાંડ રાજનૈતિક ગલિયારામાં ખૂબ જાણીતું હતું અને તેને દેશનો સૌથી મોટો કૌભાંડ બતાવવામાં આવતો હતો. વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ખૂબ ઉઠાવવામાં આવ્યો. જોકે ત્યારબાદ તેના બધા આરોપી મુક્ત થઈ ગયા. વર્ષ 2010માં મહાલેખાકાર અને નિયંત્રકે પોતાના રિપોર્ટમાં વર્ષ 2008માં થયેલા 2G સ્પેક્ટ્રમ ફાળવણી પર સવાલ ઊભા કરતા કહ્યું હતું કે તેનું ઓક્શન કરવામાં આવતું તો સરકારને અંદાજિત 76 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થતો.

જોકે તેના લાઇસન્સ પહેલા આઓ, પહેલા આઓની નીતિ પર આપવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર અને મંત્રીઓ પર સવાલ ઉઠવા લાગ્યા અને તે મોટો રાજનૈતિક વિવાદ બની ગયો. CBIએ પૂર્વ કેન્દ્રીય મંત્રી એ. રાજા સહિત ઘણા લોકો પર આરોપ લગાવ્યા હતા. આ કેસમાં એ. રાજાને પહેલા તો મંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને પછી વર્ષ 2011માં જેલ પણ જવું પડ્યું હતું. તેમને 15 મહિના બાદ જામીન મળ્યા હતા. વર્ષ 2017માં કોર્ટે જરૂરી પુરાવાના અભાવમાં બધા આરોપીઓને મુક્ત કરી દીધા હતા. તેમાં એ. રાજા સાથે કનિમોઈ, સિદ્ધાર્થ બેહુરા, આર.કે. ચંદોલિયા, શાહિદ બલવા, સંજય ચંદ્રા, વિનોદ ગોયનકા, ગોતમ દોષી, સુરેન્દ્ર પિપારા અને હરિ નાયર પણ આરોપી હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp