10% સવર્ણ અનામત માટે જાણો ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જોઇશે

PC: livehindustan.com

ગુજરાતમાં 10% સવર્ણ અનામતનો પ્રારંભ થઇ ગયો છે. ઉત્તરાયણના દિવસથી તેનો લાભ મળતો થઇ જશે. અનામત માટે પરિવારની આવક વર્ષે 8 લાખથી વધારે હોવી જોઇએ નહીં. આ પહેલી શરત છે. 8 લાખથી વધુની આવક હશે તો અનામત મળશે નહીં. ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામત મેળવવા માટે પ્રથમ તો આવકનું પ્રમાણપત્ર મેળવવું જોઇએ. આ પ્રમાણ પત્ર એ સાબિત કરે છે કે તમારી આવક આઠ લાખ કરતા ઓછી છે. સમાજ કલ્યાણ વિભાગ પાસેથી આ પ્રમાણપત્ર લેવાનું રહેશે.

સવર્ણોમાં તમે પછાત છો તેવું તમારી બીબીએલ કે એપીએલ રેશનકાર્ડથી ખબર પડે છે. રેશનકાર્ડ હોય તો તેને આપવું જરૂરી છે. એ સાથે તમારી પાસે પેનકાર્ડ હોવું પણ જરૂરી છે. નોકરીમાં પેનકાર્ડ ફરજિયાત છે. પાન કાર્ડ ન હોય તો તે બનાવી લેવું જરૂરી છે.

અનામત મેળવતી વખતે આ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે. જો પરિવારની આવક આઠ લાખથી વધુ હશે તો તમને પ્રમાણપત્ર નહીં મળે અને અનામતનો લાભ પણ મળી શકશે નહીં. એ ઉપરાંત તમે સવર્ણ છો તેવું જાતિનું પ્રમાણપત્ર પણ સમાજ કલ્યાણ અધિકારી પાસેથી મેળવી લેવાનુ રહેશે. તમારી જ્ઞાતિનો અન્ય કોઇ અનામતમાં સમાવેશ થતો નથી તેનું આ પ્રમાણપત્ર છે.

શિક્ષણ અને નોકરીમાં અનામતનો લાભ લેવા માટે આધારા કાર્ડ પણ જરૂરી છે. અદાલતના આદેશ પછી ઓનલાઇન આધાર કાર્ડ પાનકાર્ડ સિવાય અન્ય જગ્યાએ વાપરવાનો મરજિયાત આદેશ કરી દેવામાં આવ્યો છે છતા આધાર કાર્ડ તમારી પાસે હોવું જોઇએ.

પરિવારની આધારનો આવક ઇન્કમટેક્સ રીટર્ન છે તેથી અનામતના લાભ લેતા પહેલા પિતા કે માતાનું ઇન્કમટેક્સ રિટર્ન આપવું જરૂરી છે. પાસબુકની કોપી પણ આપી શકાય છે. ત્રણ મહિનાની આવક દર્શાવવા માટે તે જરૂરી છે. જનધન યોજના હેઠળનું બેન્ક ખાતુ હોય તે પણ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે સવર્ણોને પ્રમાણપત્ર લેવા માટે રાજ્યના સમાજ કલ્યાણ અધિકારીએ એક આદેશ કર્યો હતો. આ આદેશનું પાલન કરવાનો હવે સમય આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp