મિત્રના વરઘોડામાં યુવક એટલો નાચ્યો કે પછી ઉભો જ ન થયો, હાર્ટ ઍટેકથી મોત થયું

PC: amarujala.com

મધ્યપ્રદેશના રીવામાં, ડાન્સ કરતી વખતે એક જાનૈયાને હાર્ટ એટેક આવ્યો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના કાનપુરથી મઘ્ય પ્રદેશમાં જાન આવી હતી,  જેમાં 32 વર્ષનો યુવક પણ સામેલ હતો.વરઘોડામાં આ યુવક એટલું નાચ્યો કે પછી ઉભો જ ન થયો. ડાન્સ કરતા કરતા જ તેનું મોત થયું હતું. અચાનક ડાન્સ કરતા યુવકનું મોત થતા પળવારમાં ખુશી શોકમાં પલટાઇ ગઇ હતી.જાનૈયાઓ ટેન્શનમાં આવી ગયા હતા. યુવકની ઉંમર 32 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.

કાનપુરથી એક યુવકની જાન મધ્ય પ્રદેશના રીવામાં આવી હતી. બેન્ડ વાજા સાથે વરઘોડો નિકળ્યો હતો અને  લગ્નના સ્થળે જઇ રહ્યો હતો. એ વખતે વરરાજાનો મિત્ર અભય સચાન વરઘોડામાં નાચી રહ્યો હતો. નાચતા નાચતા અભય જમીન પર ઢળી પડ્યો હતો. જાનૈયાઓ તરત તેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ એ પહેલાં તેનું મોત થઇ ચૂક્યું હતું. અભયનું મોત હાર્ટ એટેકને કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના મંગળવારે રીવામાં બની હતી.

આ ઘટના બાદ લગ્ન સમારોહની સમગ્ર ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતીજણાવવામાં આવી રહ્યું છે કે અભયનું ઘર કાનપુરના હંસાપુરમ સ્થિત એજી આવાસ વિકાસ કોલોનીમાં છે. ઘટનાની માહિતી મળતા અભયના પરિવારજનો રીવા પહોંચી ગયા હતા.

બીજી તરફ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને સ્વજનોને સોંપ્યો હતો. અભયના મોટા ભાઈ શશિકાંત સચાને જણાવ્યું કે અભય કાનપુરથી જાનમાં રીવા આવ્યો હતો. ડાન્સ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું.

હમણાં હમણાં છેલ્લી કેટલીક ઘટનાઓ પર નજર કરીએ તો ચિંતા ઉપજે તેવી વાત સામે આવે છે. હજુ  થોડા દિવસો પહેલાં કાનપુરમાં ક્રિક્રેટ ગ્રાઉન્ડ પર રમતા બે યુવાનોના હાર્ટ એટેકને કારણે મોત થયા હતા. એક યુવક બોલિંગ નાંખતો હતો ત્યારે હાર્ટ એટેકેને કારણે મોતને ભેટ્યો હતો તો બીજો યુવક બેટીંગ કરતા વખતે રન લેવા જતો હતો અને મોતને ભેટ્યો હતો. ગુજરાતમાં પણ તાજેતરમાં એક યુવકનું ચાલતા ચાલતા જ હાર્ટ એટેકને કારણે મોત થયું હતું. યુવાનોમાં હાર્ટની વધતી ઘટના ચિંતાનું કારણ બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp