જ્યોર્જ સોરોસ કોણ છે, જેને ભારતમાં સંસદ નથી ચાલતી
કોંગ્રેસ નેતાઓ હંમેશાં એવો આરોપ લગાવતા હોય છે કે PM મોદીની પાછળ ગૌતમ અદાણી છે. હવે ભાજપવાળા એ શોધી લાવ્યા છે કે રાહુલ અને સોનિયા ગાંધીની પાછળ કોણ છે? આ મામલે સંસદ ભવનમાં એટલો હોબાળો થાય છે કે, કાર્યવાહીને પણ સ્થગિત કરી દેવામાં આવે છે.
ભાજપનો આરોપ છે કે ફોરમ ફોર ડેમોક્રેટીક એશિયા સાથે સોનિયા ગાંધીને સંબંધ છે અને આ સંસ્થાને અમેરિકાનો ઉદ્યોગપતિ જ્યોર્જ સોરસ ફડીંગ કરે છે. રાહુલની પાછળ પણ સોરેસ હોવાનો આરોપ છે.
જ્યોર્જ સોરોસ 94 વર્ષના છે અને તેમનો જન્મ 1930માં હંગરીની રાજધાની બુડાપેસ્ટમાં યહુદી પરિવારમાં થયો હતો. 17 વર્ષની ઉંમરે સોરોસ પોતાનો દેશ છોડોની લંડન ગયા અને એ પછી અમેરિકા ગયા અને શેરબજારમાં એન્ટ્રી કરીને ધૂમ કમાયા.
સોરેસ એ વ્યક્તિ છે જેણે શોર્ટ સેલ કરીને બેંક ઓફ ઇંગ્લેંડને બરબાદ કરી નાંખી હતી અને ભારતની PM મોદી સરકારને ઉથલાવવાના પણ સોરોસ પેંતરા રચે છે તેવો આરોપ છે. હિંડનબર્ગની પાછળ પણ સોરોસનો હાથ હતો એવું કહેવાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp