RSS ચીફ મોહન ભાગવતને 'રાષ્ટ્રપિતા' કહેનારા ઈમામ ઉમર અહેમદ ઈલ્યાસી કોણ છે?

PC: amarujala.com

ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશનના વડા ડો. ઉમર અહેમદ ઈલ્યાસીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતને 'રાષ્ટ્રપિતા' કહ્યા છે. ગુરુવારે ભાગવત અને ઇલ્યાસી વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠક દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ પર સ્થિત મસ્જિદમાં થઈ હતી.

આ પછી ભાગવત ઉત્તર દિલ્હીના આઝાદપુર સ્થિત મદરેસામાં પણ પહોંચ્યા. ભાગવત જ્યારે અહીં બાળકો સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ઇલ્યાસીએ તેમને 'રાષ્ટ્રપિતા' કહ્યા હતા. જોકે, RSSના અધિકારીઓનું કહેવું છે કે ભાગવતે તેમને અટકાવ્યા અને કહ્યું કે, રાષ્ટ્રપિતા એક છે અને આપણે બધા ભારતના બાળકો છીએ.

આ બેઠક બાદ ઇલ્યાસીએ કહ્યું, 'તે રાષ્ટ્રપિતા છે. અમે દેશને મજબૂત કરવા માટે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.' તેમણે કહ્યું કે ભાગવતની મુલાકાત એક મોટો સંદેશ આપશે. આપણા બધા માટે દેશ પ્રથમ છે. આપણો DNA એક જ છે, માત્ર પૂજા કરવાની રીતો અલગ છે.

ડો. ઉમર અહેમદ ઇલ્યાસી ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન (AIIO)ના વડા છે. દાવો કરવામાં આવે છે કે આ સંગઠનમાં 5 લાખથી વધુ ઈમામ છે, જેઓ 21 કરોડ ભારતીય મુસ્લિમોનો અવાજ છે.

AIIO દાવો કરે છે કે તે વિશ્વમાં ઈમામોનું સૌથી મોટું સંગઠન છે. એવો પણ દાવો કરવામાં આવે છે કે આ સંગઠનને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળેલી છે.

તાજેતરમાં ડો.ઉમર અહેમદ ઇલ્યાસીને પંજાબની દેશ ભગત યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવે છે કે ભારતીય ઈતિહાસમાં પહેલીવાર કોઈ મસ્જિદના ઈમામને આટલી મોટી ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ડૉ.ઇલ્યાસીને ઇસ્લામિક કાયદાના નિષ્ણાત માનવામાં આવે છે. તેઓ આતંકવાદ અને ઉગ્રવાદ અંગે સ્પષ્ટ સ્થિતિ ધરાવતા થોડા ઇસ્લામિક બૌદ્ધિકોમાંના એક છે.

AIIOની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ડો.ઓમર અહેમદ ઈલ્યાસીને દેશ અને દુનિયામાં શાંતિ અને સૌહાર્દ માટે સેંકડો પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

જ્યારે દેશમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા, ત્યારે ઇલ્યાસીએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, લોકોએ પહેલા CAA અને NRCને સમજવું જોઈએ અને તે પછી પણ, જો કંઈ ખોટું છે, તો શાંતિથી વિરોધ કરો. અપીલ કરતી વખતે તેમણે કહ્યું હતું કે સરકારી સંપત્તિને નુકસાન કરવું કે કાયદો હાથમાં લેવો યોગ્ય નથી.

ઉમર અહેમદ ઇલ્યાસી આ પહેલા પણ અનેક પ્રસંગોએ ભાગવતને મળી ચૂક્યા છે. તેણે PM નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પણ શેર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp