6 વર્ષ પહેલા કોંગ્રેસ છોડી ભાજપમાં આવ્યા માણિક સાહા અને ભાજપે CM બનાવી દીધા

PC: ndtv.com

ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણીથી બરાબર એક વર્ષ અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ના હાઇકમાને મુખ્યમંત્રી બદલીને રાજનૈતિક તરીકે ચોંકાવનારો નિર્ણય લીધો છે. ભાજપમાં બિપ્લવ દેબને હટાવીને ડૉ. માણિક સાહાને નવા મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બેઠકમાં માણિક સાહાને ભાજપના ધારાસભ્ય દળની નેતા પસંદ કરવામાં આવ્યા છે. આ આખા ઘટનાક્રમની પટકથા એક દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે બિપ્લવ દેબની મુલાકાત બાદ લખવામાં આવી. 24 કલાકની અંદર જ નવા મુખ્યમંત્રીનો ચહેરો સામે આવી ગયો. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે કોણ છે ડૉ. માણિક સાહા.

ત્રિપુરાના નવા મુખ્યમંત્રી ડૉ. માણિક સાહા 6 વર્ષ અગાઉ જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા અને એટલી જલદી પ્રભાવશાળી બનીને ઉભરાશે, તેનો અંદાજો રાજનૈતિક પંડિતો પણ ન લગાવી શક્યા. ભાજપમાં આવતા જ માણિક સાહાને 4 વર્ષ બાદ પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ બન્યા. હાલમાં જ રાજ્યસભા માટે પણ નોમિનેટ કરવામાં આવતા અને હવે નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

ડૉ. માણિક સાહા હાલમાં ભાજપના અધ્યક્ષ હતા. તેઓ મુખ્યમંત્રી બનાવવાના કારણે તેમની છબી અને પાર્ટીમાં તેમનો પ્રભાવ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માણિક સાહા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે અને તેમની છબી ખૂબ જ ચોખ્ખી માનવામાં આવે છે. માણિક સાહા વર્ષ 2016મા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા. વર્ષ 2018મા ત્રિપુરામાં ભાજપ વિધાનસભાની ચૂંટણી જીતી અને બિપ્લવ દેબને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

ત્યારે પ્રદેશ અધ્યક્ષની કમાન બિપ્લવ દેબ સંભાળી રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2020મા પાર્ટી હાઇકમાને માણિક સાહાને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. માણિક સાહે સંગઠનની કમાન સંભાળતા જ બૂથ સ્ટાર સુધી મજબૂતી આપવાનું કામ શરૂ કરી દીધું. આ જ કારણ છે કે ત્રિપુરામાં ભાજપની સંગઠનાત્મક ક્ષમતા ખૂબ વધી છે. માણિક સાહા ત્રિપુરા ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ છે. ભાજપના નેતાઓના જણાવ્યા મુજબ, કોઈ પણ પક્ષના નહીં અને પાર્ટીમાં તેમને ન્યૂટ્રલ માનવામાં આવે છે.

ગત દિવસોમાં થયેલી ચૂંટણીમાં પણ ભાજપની ત્રિપુરામાં જીત પાછળ માણિક સાહાની ભૂમિકા મહત્ત્વની રહી, જ્યારે બિપ્લવ દેબ વિરુદ્ધ પાર્ટીની અંદર અસંતોષ હતો અને ભાજપ એવી છબી સાથે ચૂંટણીમાં જવા માંગતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે હાઇકમાને નવા મુખ્યમંત્રી તરીકે બિપ્લવ દેબને નામ સૂચિત કરવા કહ્યું તો તેમણે પ્રાથમિકતા તરીકે માણિક સાહાનું નામ આપ્યું. હાલમાં જ ભાજપે ડૉ. માણિક સાહાને રાજ્યસભાના સાંસદ પણ બનાવ્યા હતા. ત્યારબાદ જ પાર્ટી સંગઠનમાં માણિક સાહાનુ યોગદાન મહત્ત્વનું થવા લાગ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp