દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ? ભુપેન્દ્ર દાદા પાસે કેટલી સંપત્તિ?
એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિસર્ચ અને નેશનલ ઇલેક્શન વોચ દ્રારા મુખ્યમંત્રીઓએ સોગંદનામામા રજૂ કરેલી સંપત્તિનું એનાલીસીસ કર્યું છે. દેશના 31 રાજ્યોના મુખ્યમંત્રીઓની સંપત્તિઅને કોની સામે કેટલા ગુના છે તે વાત કહેવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 15મા નંબર પર છે અને તેમની સંપત્તિ 8 કરોડ 22 લાખ 80000 રૂપિયા છે.દાદા સામે અત્યાર સુધીમાં કોઇ પણ ગુનો નોંધાયો નથી.
દેશના સૌથી અમીર મુખ્યમંત્રી આંધ્રપ્રદેશના ચંદ્રાબાબુ નાયડુ છે જેમની પાસે 931 કરોડ રૂપિયાની સંપત્તિ છે જ્યારે બીજા નંબરે અરૂણાચલ પ્રદેશના પેમા ખાંડુ પાસે છે 332 કરોડ રૂપિયા.
31 મુખ્યમંત્રી માંથી 13 એવા છે જેમની સામે કોઇકને કોઇક ગુના નોંધાયેલા છે. સૌથી વધારે ગુના તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે છે 89 ગુના નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp