કોણ બનાવે છે EVM મશીન, જાણો કેટલાનું હોય છે EVM મશીન?

PC: deccanherald.com

EVMનો મતલબ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન. તેનાથી આપણે સૌ કોઈ પરિચિત છીએ. આ એ જ મશીન છે જેના સહારે આપણે આપણા દેશના પ્રતિનિધિઓ એટલે કે MLA અથવા તો સાંસદની પસંદગી કરીએ છે. આજે આપણને બતાવવા જઈ રહ્યા છીએ કે EVM મશીન કોણ બનાવે છે અને તેની કિંમત કેટલી હોય છે.

EVMનો સામાન્ય રીતે ઉપયોગ મત કરવા માટે અને મતોની ગણતરી કરવા માટે થાય છે. ભારતમાં EVMનો ઉપયોગ વધારે જૂનો નથી. પહેલી વખત તેનો ઉપયોગ 1982માં કેરળમાં નોર્થ પરાવૂર વિધાનસભાના ક્ષેત્રમાં થયો હતો. તે સમયે તેને માત્ર કેટલાંક જ બૂથો પર મૂકવામાં આવ્યા હતા. તેના પછી દિલ્હી, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક નિર્વાચન ક્ષેત્રોમાં તેને પરિક્ષણના રૂપમાં ઉપયોગ થયો હતો.

વર્ષ 1999માં પહેલી વખત આખા રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન ગોવામાં તેનો ઉપયોગ થયો હતો. વર્ષ 2003માં દેશભરમાં જ્યાં પણ પેટા ચૂંટણીઓ હતી, તે દરમિયાન આ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના પછી વર્ષ 2004માં લોકસભા ચૂંટણીમાં દેશભરમાં EVM મશીન દ્વારા ચૂંટણી કરવામાં આવી હતી. શરૂઆતમાં 1989-90 દરમિયાન જ્યારે પહેલી વખત EVM મશીન ખરીદવામાં આવી હતી તો તેની કિંમત 5500 રૂપિયા હતી. તેને વર્ષ 2019ના મૂલ્ય સ્તર પર આંકવામાં આવે, તો તે 47,000 રૂપિયાની નજીક છે. બીજી વખત જ્યારે વર્ષ 2014માં તેનો ઓર્ડર આપવામાં આવ્યો તો એક મશીનની કિંમત 10,500 રૂપિયા પડી હતી. મતલબ વર્ષ 2019ના મૂલ્ય સ્તર પર 14,000 રૂપિયા. તેમાં એક કંટ્રોલ યુનિટ, 1 બેલેટીંગ યુનિટ અને બેટરીની કિંમત સામેલ છે.

ભારતમાં EVMને આકાર દેવાનો શ્રેય સરકારી કંપની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને જાય છે. આ કંપનીઓએ ઈલેક્ટ્રોનીક વોટિંગ મશીનને વિકસિત કર્યું અને તેનું પરિક્ષણ કર્યું હતું. તેના પછી તેનો ચૂંટણીમાં ઉપયોગ થવા માગ્યો. હજુ પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને તેની સાથે જોડાયેલા અન્ય ઉપરકરણો નું નિર્માણ તેમના દ્વારા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp