26th January selfie contest

2024મા PM મોદી સામે કોણ? જાણવા માટે થયેલો સરવે CM કેજરીવાલ માટે ઉત્સાહજનક

PC: opindia.com

રાજકીય વર્તુળોમાં તાજેતરમાં ચૂંટણી સર્વેની ચર્ચા છે. સર્વેના પરિણામો દર્શાવે છે કે, તમામ વિરોધ પક્ષોના સંભવિત PM પદના દાવેદારો 2024માં PM નરેન્દ્ર મોદી સામે સ્પષ્ટ રીતે હારી રહ્યા છે. બીજી તરફ CM અરવિંદ કેજરીવાલ, રાહુલ ગાંધી કરતા થોડો વધારે સ્કોર કરતા જણાય છે. આ સર્વે એવા સમયે થયો છે, જ્યારે એક સામાન્ય સહમતિ બની છે કે, રાહુલની ભારત જોડો યાત્રાએ તેમની છબીને સુધારવામાં મદદ કરી છે.

BJPના પ્રચાર તંત્રએ રાહુલ ગાંધીની 'પપ્પુ' તરીકેની ઇમેજ ઊભી કરી હતી, જેનું સ્થાન હવે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ અખંડિત અને અદ્ભુત શારીરિક સહનશક્તિ ધરાવતા માણસની છબી સાથે લીધું છે.

લાંબી દાઢી અને T-શર્ટમાં કડકડતી ઠંડીમાં દિવસમાં 20 કિલોમીટરનું અંતર કાપીને, રાહુલ ગાંધીએ તેમની સાથે યાત્રામાં ચાલતા માણસોને ગળે લગાવીને ઘણા નવા ચાહકોના દિલ જીતી લીધા છે.

જો કે, ટીકાકારો માને છે કે રાહુલની છબીમાં આવા પરિવર્તનથી અત્યાર સુધી કોઈ મજબૂત ચૂંટણી લાભો મળ્યો નથી. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી ગાયબ હતા. આ એકમાત્ર રાજ્ય છે, જે તાજેતરમાં પાર્ટીએ જીત્યું હતું. નવા સર્વે દર્શાવે છે કે, આ ભારત જોડો યાત્રાએ BJPની કોર વોટબેંકમાં ફાડચાં નથી પડ્યા.

વિરોધ પક્ષો સ્પષ્ટપણે ઈચ્છે છે કે, કોંગ્રેસ સંયુક્ત વિપક્ષનો ભાગ બને. જ્યારે તેલંગાણાના CM K. ચંદ્રશેખર રાવે કોંગ્રેસ સિવાય બિન-ભાજપ પક્ષો માટે લંચનું આયોજન કર્યું, CM નીતિશ કુમારે પોતાની જાતને દૂર કરતા કહ્યું, 'અમને એક મુખ્ય મોરચો જોઈએ છે, ત્રીજો મોરચો નહીં'

જો કોંગ્રેસ 2024માં રાહુલ ગાંધીને મોરચાનો ચહેરો બનાવવાનો આગ્રહ રાખે, તો વિપક્ષી એકતાના પ્રયાસો અટકી શકે છે. TMCના ડેરેક ઓ'બ્રાયન પહેલાથી જ 'ચહેરા વિનાનો મોરચો'નું સૂચન કર્યું હતું. અસરકારક રીતે એક નેતાવિહીન મોરચો, જેમાં વિવિધ રાજ્યોમાં વિવિધ વ્યક્તિઓ PM મોદીનો સામનો કરવા માટે હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે, લગભગ તમામ વરિષ્ઠ વિપક્ષી નેતાઓ રાહુલની ઇમેજ બિલ્ડિંગ યાત્રાથી દૂર રહ્યા છે. તેજસ્વી યાદવ, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને હેમંત સોરેન જેવા નજીકના સાથીઓએ પણ તેમના જુનિયરોને પ્રવાસ પર મોકલ્યા છે. અખિલેશ યાદવ, દેવેગૌડા, માયાવતી અને AAP જેવા અન્ય લોકોએ પણ અંતર જાળવી રાખ્યું છે. હવે જોવું એ રહ્યું કે, 30 જાન્યુઆરીએ યોજાનારી યાત્રાના સમાપન માટે 21 વિપક્ષી પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, તેમાંથી કેટલા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp