વિદેશ મંત્રી જયશંકરે અમેરિકામાં રાજીવ ગાંધી અને મનમોહન સિંહને કેમ યાદ કર્યા?

PC: hindi.webdunia.com

વિદેશ મંત્રી S. જયશંકરે તેમના US પ્રવાસના અંતિમ દિવસે પૂર્વ ભારતીય PM રાજીવ ગાંધી અને મનમોહન સિંહને યાદ કર્યા હતા. S. જયશંકરે PM મોદીની મુલાકાતોની સરખામણી 1985માં રાજીવ ગાંધી અને 2005માં મનમોહન સિંહની US મુલાકાતો સાથે કરી છે. જયશંકર 22 થી 30 સપ્ટેમ્બર સુધી અમેરિકાના નવ દિવસના પ્રવાસે હતા.

પ્રવાસના અંતિમ દિવસે વોશિંગ્ટન DCમાં પત્રકારોને સંબોધતા ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે, 'લોકો 1985માં રાજીવ ગાંધીની અમેરિકા મુલાકાતને યાદ કરે છે. તે સમયે હું પણ અમેરિકામાં જ હતો. 2005માં જ્યારે મનમોહન સિંહે મુલાકાત લીધી ત્યારે પણ હું અમેરિકામાં હાજર હતો. લોકોને PM નરેન્દ્ર મોદીની અમેરિકન મુલાકાત પણ યાદ છે. પરંતુ આ અલગ હતું. તેનું કાર્યક્ષેત્ર જ અલગ હતું. જો તમે મને પૂછશો કે શું બદલાયું છે? તો હું કહીશ કે, પહેલા અમે અમેરિકા સાથે ડીલ કર્યા કરતા હતા, પરંતુ હવે બંને દેશ સાથે મળીને કામ કરે છે.'

જયશંકરે વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સર્વકાલીન ઉચ્ચ સ્તરે છે અને PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર તેમને વધુ આગળ લઈ જશે. વિદેશ મંત્રીના જણાવ્યા અનુસાર, આ દ્વિપક્ષીય સંબંધો ચંદ્રયાનની જેમ ચંદ્ર અને તેનાથી આગળ પણ પહોંચશે.

જયશંકરે ભારતમાં તાજેતરમાં યોજાયેલી G20 બેઠકની સફળતા માટે અમેરિકાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું, 'G20નું સફળ સંગઠન અમેરિકાના સહયોગ વિના શક્ય ન હોત.' જ્યારે કંઇક સારું થતું હોય છે, ત્યારે યજમાન દેશને હંમેશા તેની ક્રેડિટ મળે છે. આ યોગ્ય પણ છે, પરંતુ જો તમામ G20 સભ્ય દેશો આ કાર્યક્રમની સફળતા માટે કામ ન કરે તો તે શક્ય ન બન્યું હોત.'

અગાઉ, કેનેડા સાથે ચાલી રહેલા વિવાદ અંગે જયશંકરે કહ્યું હતું કે, આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ પ્રત્યે કેનેડાનું વલણ 'ઉદાર' છે. અમેરિકામાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓને અપાયેલી સ્વતંત્રતા પર ધ્યાન આપવાની જરૂર છે. તેમણે કહ્યું કે, આ લોકો ખુલ્લેઆમ હિંસાની વકીલાત કરે છે. તેમના મતે કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ આ મુદ્દાઓને કારણે ઉભો થયો છે.

જયશંકર તેમની મુલાકાત દરમિયાન અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને પણ મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આમાં G20ની સિદ્ધિઓ અને નવા ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર, આગામી 2+2 બેઠક (રક્ષા મંત્રી અને વિદેશ મંત્રીની સંયુક્ત બેઠક) જેવા મુદ્દાઓ સામેલ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp