મંત્રીને મહિલા SHOએ કેમ કહી દીધું- તમે વ્યવસ્થિત વાત કરો, હું ડ્યુટી કરી રહી છું

PC: x.com

બુધવારની મધ્યરાત્રિએ રાજસ્થાન સરકારના મંત્રી કિરોડીલાલ મીણા અને જયપુરના મહેશ નગર SHO કવિતા શર્મા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. જેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંત્રી બૂમો પાડીને કહી રહ્યા છે કે, તું આ છોકરીને પોલીસ સ્ટેશન કેમ લાવી? સાથે જ, તેમના આ સવાલ પર SHO કહી રહ્યા છે કે, તમે વ્યવસ્થિત વાત કરો, હું ડ્યુટી કરી રહી છું.

વીડિયો વાયરલ થયા પછી સવારે મંત્રી કિરોડીલાલ મીણાએ ગૃહ રાજ્ય મંત્રી જવાહર સિંહ બેઢમ પાસે ગયા અને SHO કવિતા શર્માની ધરપકડની માંગ કરી. આ સાથે મંત્રી કિરોડીલાલ મીણાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગુપ્તચર અધિકારીઓ CM ભજનલાલ શર્માને મારા વિશે ખોટા અહેવાલો આપી રહ્યા છે. આ SHO રાત્રે 2 વાગે કોઈના રૂમને તાળું મારી રહી છે અને સુઈ ગયેલી છોકરીઓને ઉપાડીને પોલીસ સ્ટેશનમાં બંધ કરી દે છે. મંત્રીએ આરોપ લગાવ્યો કે, આ SHO વિરુદ્ધ પહેલા પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી ચુકી છે.

તે સ્પોર્ટ્સ ક્વોટા દ્વારા છેતરપિંડી કરીને SHO બની છે. જો કે મંત્રીના આ આરોપો પર સરકાર દ્વારા હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અહીં તમને જણાવી દઈએ કે, કિરોડીલાલ મીણા સરકારથી નારાજ છે. જેના કારણે તેમણે ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રી પદ પરથી રાજીનામું પણ આપી દીધું હતું. પરંતુ હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું નથી અને તેઓ કામ કરી રહ્યા છે.

ગ્રામીણ વિકાસ અને કૃષિ મંત્રી કિરોરીલાલ મીણાએ પેપર લીકના આરોપોને લઈને સબ ઈન્સ્પેક્ટરની પરીક્ષા રદ કરવા માટે આંદોલનની જાહેરાત કરી ચુક્યા છે. 5મી ડિસેમ્બરથી તેઓ તેનો વિરોધ પણ કરશે. જેને કારણે પોલીસ કડક બની છે. આ દરમિયાન બુધવારે રાત્રે પોલીસ આંદોલનના આયોજક વિદ્યાર્થીઓની ધરપકડ કરવા મંત્રીની હોસ્ટેલ પર પહોંચી હતી. તેમજ પોલીસ અહીંથી એક વિદ્યાર્થીનીને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

થોડીવાર પછી જ્યારે મંત્રીને આ વાતની જાણ થઈ તો તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાંથી વિદ્યાર્થિનીને છોડાવી હતી. આ દરમિયાન તેમની પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. વીડિયોમાં દેખાતી મહિલા, જેને પોલીસ હોસ્ટેલમાંથી લાવી રહી છે, તે વિદ્યાર્થી નેતા વિકાસ વિધુરીની પત્ની છે, જે SIની પરીક્ષા રદ કરવા માટે પાણીની ટાંકી પર ચડ્યો હતો. હાલમાં રાજસ્થાન પોલીસ SIની ભરતીનો મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp