26th January selfie contest

ભાજપના સાંસદે અમિત શાહની વાતને ખોટી ગણાવી, કહ્યું- તે ગૃહમંત્રી બનવા લાયક નથી

PC: twitter.com

BJP વિશે સ્પષ્ટ શબ્દોમાં બોલતા BJPના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. એક ન્યૂઝ આર્ટિકલ શેર કરતાં તેમણે કહ્યું કે 'શાહ કહે છે કે ભારતીય સરહદો સુરક્ષિત છે, તેનું ઉલ્લંઘન કરી શકાય નહીં. આ સાવ અસત્ય છે, અથવા તો તેમની હિમાલયની જેમ મહામોટી અજ્ઞાનતા. તેઓ કોઈપણ રીતે ગૃહમંત્રી બનવા માટે યોગ્ય નથી.

સુબ્રમણ્યમ સ્વામીએ વધુમાં કહ્યું કે, અમિત શાહ બામ્બિનોની ગેરકાયદેસર બેવડી નાગરિકતા પર કામ કરે તો સારું રહેશે. વાસ્તવમાં, સોમવારે (10 એપ્રિલ) અમિત શાહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે 'દેશની એક ઇંચ પણ જમીન પર કોઈ અતિક્રમણ કરી શકે નહીં.' સુબ્રમણ્યમે તેમના આ નિવેદન પર નિશાન સાધ્યું છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અરુણાચલ પ્રદેશની તેમની એક મુલાકાત દરમિયાન એક જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, તે સમય ગયો, જ્યારે કોઈ પણ વ્યક્તિ ભારતની જમીન પર અતિક્રમણ કરી શકતું હતું. આજે દેશમાં કોઈ એક ઈંચ જમીન પર પણ અતિક્રમણ કરી શકતું નથી. જમીની સેના અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે, તેમના કારણે જ કોઈ અમારી સરહદ પર આંખ ઉઠાવીને જોઈ શકતું નથી.

અહીં તમને જણાવી દઈએ કે, આ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ PM નરેન્દ્ર મોદી પર પણ જોરદાર કટાક્ષ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'જો સરકાર વતી સોલિસિટર જનરલ 12 જાન્યુઆરી, 2023ના રોજ સુપ્રીમ કોર્ટ સમક્ષ રામ સેતુને રાષ્ટ્રીય ધરોહર સ્મારક તરીકે સ્વીકારવાની જાહેરાત નહીં કરે તો PM નરેન્દ્ર મોદી 'બોલીને ફરી ગયા' જૂઠા વ્યક્તિ તરીકે ઓળખાશે.' હકીકતમાં, નેતા સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને તમિલનાડુના ઐતિહાસિક રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરી હતી. આ પુલને લઈને વિવાદ 2007માં શરૂ થયો હતો. જ્યારે તત્કાલીન UPA સરકાર હેઠળના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ ભગવાન રામ અને 'રામસેતુ' ના અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી.

સુબ્રમણ્યમ સ્વામી ભારતીય અર્થશાસ્ત્રી, આંકડાશાસ્ત્રી અને રાજકારણી છે. જેઓ ભારતની સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે સેવા આપે છે. સુબ્રમણ્યમ સ્વામીએ ભારતના આયોજન પંચના સભ્ય તરીકે સેવા આપી છે અને ચંદ્ર શેખર સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. સ્વામી જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેમણે 1990માં પાર્ટીની સ્થાપનાથી લઈને 2013 સુધી પાર્ટીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તેઓ 1974 થી 1999 વચ્ચે પાંચ વખત લોકસભામાં ચૂંટાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp