4 વર્ષ તૈયારી કરી તો સરકારે અચાનક કેમ પાછું લીધું પર્સનલ ડેટા સુરક્ષા બિલ?

PC: outlookindia.com

કેન્દ્ર સરકારે સંસદમાંથી પર્સનલ ડેટા સુરક્ષા બિલને પાછું લઈ લીધું છે. કેન્દ્રીય સૂચના અને ટેક્નિકલ મંત્રી (IT મંત્રી) અશ્વિની વૈષ્ણવે લોકસભામાં બુધવારે તેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે દેશને હવે ઓનલાઇન ક્ષેત્ર માટે એક ‘બૃહદ કાયદાકીય ઢાંચો’ જોઈએ છે. એ હેઠળ ડેટા પ્રાઈવસીથી લઈને આખા ઈન્ટરનેટ સિસ્ટમ, સાઇબરસિક્યોરિટી દૂર સંચાર નિયામક અને ગેર પર્સનલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ અલગ અલગ કાયદા બનાવવાના જરૂરિયાત હશે. જેથી દેશમાં ઈનોવેશનને પ્રોત્સાહન આપી શકાય.

સરકારે ભારતમાં ઉપભોક્તાઓના પર્સનલ ડેટાને સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્યથી વર્ષ 2018માં જ આ બિલ લાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેના નિયમ નક્કી કરીને ડ્રાફ્ટિંગ કરવા સુધી સરકારે 4 વર્ષનો સમય લીધો. એટલું જ નહીં કેટલીક કમિટીઓએ આ બિલને પારખ્યું. અહીં સુધી કે સંસદની સંયુક્ત સમિતિ (JCP)એ પણ આ બિલની સમીક્ષા કરી. જોકે ગૂગલ, ફેસબુક જેવી મોટી ટેક કંપનીઓ, પર્સનલ અને સિવિલ સિક્યોરિટી સોસાયટીના એક્ટિવિસ્ટે આ બિલનો પુરજોશમાં વિરોધ કર્યો.

ટેક કંપનીઓએ આ બિલનો વિરોધ કરતા સરકારના ડેટ લોકલાઈઝેશનના પ્રસ્તાવિત નિયમનો પણ વિરોધ કર્યો હતો. આ નિયમ હેઠળ ગૂગલ, ફેસબુક, ટ્વીટર જેવી વિદેશી કંપનીઓને પણ ભારતીય ઉપભોક્તાઓના સંવેદનશીલ ડેટાની એક કોપી ભારતમાં સ્ટોર કરવાની હોય છે. એ સિવાય ભારતથી મહત્ત્વના પર્સનલ ડેટા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાનું પ્રવધાન પણ હતું. કાર્યકર્તાઓને પણ આ બિલના એક નિયમથી ફરિયાદ હતી, જેનાથી સરકાર અને કેન્દ્રીય એજન્સીઓને તેના પ્રવધાનનું પાલન કરતા છૂપી રીતે છૂટ મળી શકતી હતી.

સરકાર તરફથી આ બિલ લાવવામાં ખૂબ મોડું પણ કરવામાં આવી રહ્યું હતું. તેના કારણે બિલના ઘણા સમર્થકોએ સરકારની નિંદા પણ કરી. આ લોકોનું કહેવું હતું કે ભારત જે હાલના સમયમાં સૌથી મોટા ઈન્ટરનેટ બજારોમાંથી એક છે, તેની પાસે પણ લોકોની પ્રાઈવસી માટે કોઈ આધારભૂત ઢાંચો નથી. ચોંકાવનારી વાત એ છે કે ઇન્ટરનેટના વધતા દાયરા વચ્ચે ડેટા સુરક્ષા માટે જસ્ટિસ SP શાહની કમિટીના રિપોર્ટને 10 વર્ષ, જ્યારે પ્રાઈવસીના અધિકારને લઈને બનાવવામાં આવેલી જસ્ટિસ બી.એન. શ્રીકૃષ્ણ કમિટીનો રિપોર્ટ આવ્યાના 4 વર્ષ થઈ ગયા છે છતા ડેટા સુરક્ષા માટે સરકાર કાયદો ન લાવી શકી.

ભારત માટે એક ડેટા સુરક્ષા કાયદાને લઈને તૈયારી વર્ષ 2018માં જ શરૂ કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જસ્ટિસ શ્રીકૃષ્ણ કમિટીએ આ બિલનો ડ્રાફ્ટ રજૂ કર્યો હતો. આ ડ્રાફ્ટની સમીક્ષા સંસદીય કમિટીએ પણ કરી અને નવેમ્બર 2021માં તેમાં બદલાવના પ્રસ્તાવ સોંપવામાં આવ્યા. જોકે હવે કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે બિલ પાછું લેવાના સરકારના નિર્ણયનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે પર્સનલ ડેટા સુરક્ષા બિલ 2019 પર સંદદની સંયુક્ત સમિતિ (JCP)એ ખૂબ વિચાર કર્યો. તેમાં 81 સંશોધન પ્રસ્તાવિત કરવામાં આવ્યા.

એ સિવાય ભારતના ડિજિટલ ઇકોસિસ્ટમ માટે એક સમગ્ર કાયદાકીય ઢાંચો બનાવવા માટે પણ 12 પ્રસ્તાવ સોંપવામાં આવ્યા હતા. એવી સ્થિતિમાં સરકાર બિલને પછી લઈ રહી છે. અમે એક બૃહદ કાયદાકીય ઢાંચા લાયક નવા બિલને જલદી જ રજૂ કરીશું. સંસદની સંયુક્ત સમિતિએ આ બિલ પર સમીક્ષા માટે 78 બેઠકો કરી. આ બેઠકોની અવધિ 184 કલાક અને 20 મિનિટ સુધી રહી. સમિતિને લગભગ 6 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આખરે 2021માં JCPએ શ્રીકૃષ્ણ પેનલ તરફથી તૈયાર કરવામાં આવેલા બિલને 81 સંશોધનો સાથે આગળ વધારવામાં આવ્યા. એટલું જ નહીં, સમિતિએ આ કાયદાના દાયરાને વધુ બૃહદ કરવાની જરૂરિયાત બતાવી, જેથી ડેટા સુરક્ષા પણ સુનિશ્ચિત થાય, જે પર્સનલ ન હોય કે જેમાં ઓળખ લાયક જાણકારી પણ ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp