આ કંપનીના બાસમતી ચોખા બજારમાંથી પાછા ખેંચી લેવાયા, જંતુનાશક દવા...

PC: twitter.com

બાસમતી ચોખાની નિકાસ કરતી દુનિયાની સૌથી મોટી કંપની KRBLએ પોતાના 1 કિલો પેકીંગવાળા ઇન્ડિયા ગેટ પ્યોર બાસમતી ચોખા બજારમાંથી પાછા ખેંચી લીધા છે. તમામ સ્ટોર્સમાંથી ચાખા પાછા મંગાવી લેવાયા છે. કંપનીએ કહ્યું છે કે, જે ગ્રાહકોના ઘરમાં ઇન્ડિયા બાસમતી ચોખાના 1 કિલો પેકીંગ હોય તેઓ તાત્કાલિક ઉપયોગ અટકાવી દે.

ઇન્ડિયા ગેટ બાસમતી ચોખામાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ જંતુનાશક મળવાને કારણે કંપનીએ આ પગલું લીધું છે.કંપનીના કહેવા મુજબ આ પેક્ડ ચોખામાં થિયોમેથોક્સમ અને આઇસોપ્રોથિયોલેન નામના બે જતુંનાશક વધુ માત્રામાં મળ્યા છે, જે કિડની અને લીવરને અસર કરી શકે છે. જે ચોખા પાછા ખેંચી લેવાયા હતા તે જાન્યુઆરી 2024માં પેક્ડ કરાયા હતા અને તેની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2025ની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp