વિદેશથી પરત આવેલા પતિને એરપોર્ટ બહારથી પત્નીએ કર્યો કિડનેપ, જાણો શું છે મામલો

PC: cloudfront.net

ઇંગ્લેન્ડથી પાછા આવેલા એક NRIને તેની જ પત્નીએ કેટલાક સાથીઓ સાથે મળીને કિડનેપ કરી દીધો હતો. મહિલાએ તેના પતિને ઘરમાં બંદી બનાવીને રાખ્યો અને તેની સાથે મારપીટ કરી હતી. આ મામલો પંજાબના લુધિયાણાનો છે. આરોપી મહિલાએ સંબંધ તોડવા માટે પતિને 15 લાખ રૂપિયામાં મનાવી લીધો. તેઓ ફવ્વારા ચોક પાસે સ્થિત SBIની NRI બ્રાંચમાં પૈસા કઢાવવા આવ્યા. આ વાતની સૂચના મળતા જ સબ ઇન્સ્પેક્ટર મોહન લાલ બેંક પહોંચ્યા તો આરોપી ફરાર થઈ ચૂક્યા હત. પોલીસે ઇન્ડસ્ટ્રી એરિયા બીના રહેવાસી NRI પ્રીતપાલ સિંહ પલાહની ફરિયાદ પર જલંધરના ગામ ઢકોહાની રહેવાસી તેમની પત્ની રજની શર્મા, પવન બબ્બૂ ઉર્ફે બબલુ, ગુરપ્રીત સિંહ અને રજની શર્માની મા વિરુદ્ધ કિડનેપિંગ, છેતરપીંડી સહિત ઘણી ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. પ્રીતપાલ સિંહની ફરિયાદ અનુસાર તેના પહેલાં પણ લગ્ન થઈ ચૂક્યા છે અને છૂટાછેડા થઈ ચૂક્યા છે.

તેણે માર્ચ 2018માં રજની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી એક મહિના સુધી તે અહીં રહ્યો અને પછી ઇંગ્લેન્ડ ચાલ્યો ગયો હતો. પત્ની રજની તેની માતાના ઘરે રહેતી હતી. પાછળથી તેની પત્નીને તેના લગ્ન વિશે ખબર પડી ગઈ. 3 નવેમ્બરે તે ઇંગ્લેન્ડથી દિલ્હી એરપોર્ટ પર આવ્યો. તેની પત્ની રજનીને આ વાતની જાણ થઈ તો તે અન્ય આરોપીઓ સાથે દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી.

ત્યાંથી તે તેને ગામ લઈ ગઈ હતી. ત્યાં આરોપીઓએ તેને બંદી બનાવી લીધો અને તેની સાથે ખૂબ મારપીટ કરી. ત્યાર પછી રજનીએ કહ્યું કે તે સંબંધ સમાપ્ત કરવા માગે છે અને આરોપીઓએ 5 લાખ રૂપિયાની માંગણી કરી. પ્રીતપાલ સિંહ રાજી થઈ ગયો તો રજનીએ સાથીઓ સાથે મળીને 15 લાખ રૂપિયા માગવાના શરૂ કરી દીધા. પ્રીતપાલ સિંહ 15 લાખ આપવા માટે પણ તૈયાર થઈ ગયો અને તે પૈસા ઉપાડવા માટે આરોપીઓ સાથે બેંક પહોંચ્યો.

બેંક ક્લાર્કને ચિઠ્ઠી લખી આપી કિડનેપ થવાની સૂચના

બેંકમાં ક્લાર્કએ પૈસા ઉપાડવા માટે રસીદ માગી તો પ્રીતપાલ સિંહે રકમ ભરવા સાથે રસીદ પર લખ્યું હતું કે તે કિડનેપ થઈ ચૂક્યો છે અને તેની સાથે આવેલા લોકો કિડનેપર છે અને તેઓ જલદી પોલીસને જાણકારી આપે. આ પછી ક્લાર્કે મનેજરને સૂચના આપી અને પોલીસને જાણ કરી. સૂચના મળતા જ પોલીસ ત્યાં પહોંચી પણ ત્યાં સુધીમાં આરોપીઓ ફરાર થઈ ચૂક્યા હતા. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp