પતિને પ્રેમિકા સાથે રહેવાની પત્નીએ આપી મંજૂરી, પરંતુ માગ્યા દોઢ કરોડ

PC: dnaindia.com

થોડા વર્ષો પહેલા ‘જુદાઇ’ નામની ફિલ્મ આવી હતી. તેમાં શ્રીદેવી પોતાના કથિત પતિ અનિલ કપૂરને પૈસા માટે તેની પ્રેમિકાને સોંપી દે છે અને તે છૂટાછેડા લઈને તેમના લગ્ન કરવી દે છે. આ વાત તો ફિલ્મની થઈ, પરંતુ હકીકતમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આવી ઘટના સામે આવી છે. તમને જણાવી દઈએ કે અહીં એક પત્નીએ દોઢ કરોડ રૂપિયા લઈને પોતાના પતિને તેની પ્રેમિકાને સોંપી દીધી. આ હેરાન કરી દેનારો કેસ ફેમિલી કોર્ટમાં આવ્યો હતો. જેમાં એક સગીર વયની છોકરીએ આરોપ લગાવ્યો હતો કે તેના પિતા અને તેના જ કાર્યાલયમાં કામ કરનારી એક મહિલાના પ્રેમ સંબંધ છે. તેના કારણે તેમના માતા-પિતા વચ્ચે મોટાભાગે ઝગડા થતાં રહે છે અને આ તણાવભર્યા વાતાવરણમાં બંને બહેનો સારી રીતે અભ્યાસ કરી શકતી નથી.

સગીર વયની છોકરીએ ફેમિલી કોર્ટની કાઉન્સિલર સરિતા રાજાની પાસે પોતાના માતા-પિતા વચ્ચે ઝગડાના નિવારણ માટે વિનંતી કરી હતી. સગીર વયની છોકરીની ફરિયાદ બાદ પતિ-પત્નીને કોર્ટમાં કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યા. ત્યારબાદ ખબર પડી કે પતિના તેનીથી મોટી ઉંમરની મહિલા સાથે અફેર છે, જે એજ ઓફિસમાં કામ કરે છે. પતિ અને તેની પ્રેમિકા સાથે રહેવા માંગતા હતા, પરંતુ પત્નીને એ મંજૂર નહોતું. એવામાં પતિ-પત્નીની ઘણી વખતે કાઉન્સેલિંગ કરવામાં આવી અને આખરે બંને વચ્ચે એક શરત પર સમજૂતી થઈ.

ઉલ્લેખનીય છે કે પત્નીએ પ્રેમિકા પાસે એક ફ્લેટ અને 27 લાખ રૂપિયા લઈને સાથે રહેવાની મંજૂરી આપી દીધી. એક રિપોર્ટ અનુસાર પત્નીએ પતિની ડીલ દોઢ કરોડમાં કરી છે. તેમાં 27 લાખ રૂપિયાની FD, પ્રાઈમ લોકેશન પર ફાર્મ હાઉસ અને 2000 સ્ક્વેર ફૂટનો ડુપ્લેક્સ સામેલ છે. નોંધનીય છે કે એ શખ્સના લગ્ન 18 વર્ષ પહેલા થઈ ચૂક્યા છે અને તેની 14 અને 17 વર્ષની બે દીકરીઓ છે. 44 વર્ષીય આ શખ્સ સરકારી નોકરી કરે છે અને તેના ઓફિસમાં રહેતી 58 વર્ષીય મહિલા સાથે તેના 8 વર્ષથી અફેર ચાલતા હતા. મહિલા વિધવા છે અને તેનો એક દીકરો પણ છે. દીકરો બેંગલોરમાં જોબ કરે છે.

ફેમિલી કોર્ટની કાઉન્સિલર સરિતા રાજાનીએ જણાવ્યું, પત્નીનું કહેવું છે કે લગ્નના આટલા વર્ષ થઈ ગયા બાદ તેના અને પતિના સારા સંબંધો નહોતા અને તેની સાથે રહેવું તેને પણ મંજૂર નથી. એટલે તેણે પોતાના ફ્યુચર અને દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે પતિ પાસે પૈસા લઈને છોડવાનો સ્વીકાર કરી લીધો છે. પત્નીએ પરેશાન ન કરવાની સમજૂતી પણ કરી છે. તેમણે કહ્યું કે અમારી પાસે દીકરી પોતાના માતા-પિતાને લઈને આવી હતી. અમે પરિવાર વિખેરાતો બચાવવા માટે બધા જ પ્રયત્નો કર્યા, પરંતુ પતિના જીવનમાં પરિવારથી વધારે મહિલા મિત્રનું વધારે મહત્ત્વ છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સમાજમાં સંબંધોની કિંમત લગાવવામાં આવવા લાગી છે. આ બાબતે સમાજને ઊંડાણથી વિચારવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp