શું અરવિંદ કેજરીવાલને NDMCમાંથી કાઢી મુકવામાં આવશે? જાણો શું કહે છે નિયમો

PC: ndtv.in

દિલ્હીમાં હાડ થીજાવનારા શિયાળામાં રાજકારણ ગરમાયું છે. મહિલા સન્માન યોજનાને લઈને તો વધુ ગરમાહટ છે. દિલ્હીના ચૂંટણી દંગલની હરીફાઈમાં જંગ ત્રિકોણીય છે. BJP અને AAPની લડાઈમાં હવે વચ્ચે કોંગ્રેસ પણ રાજનીતિમાં આવી ગઈ છે. તેણે એક ડગલું આગળ વધીને કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આનાથી નારાજ આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસને આકરા પ્રહારો કર્યા હતા. સૌથી પહેલા તો કોંગ્રેસને INDIA ગઠબંધનમાંથી બહાર કાઢવાની માંગ કરવામાં આવી હતી. આ દરમિયાન BJP પણ અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી પર જોરદાર હુમલો કરી રહી છે. NDMC એટલે કે નવી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના BJPના સભ્યોએ અરવિંદ કેજરીવાલની નિંદા કરી. NDMCએ આમ આદમી પાર્ટી સરકારની 'મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના' અને 'સંજીવની યોજના'ની નિંદા કરી છે અને ઠરાવ પસાર કર્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની કાઉન્સિલની બેઠક સાંસદ બંસુરી સ્વરાજની અધ્યક્ષતામાં મળી હતી.

NDMCની આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ વધુ એક વાર્તા લખવામાં આવી હતી. જે તેમને NDMCમાંથી હાંકી કાઢવા માટેની હતી. હા, BJPએ NDMCમાંથી અરવિંદ કેજરીવાલને હાંકી કાઢવાની દિશામાં પગલાં લીધાં છે. NDMCના ઉપાધ્યક્ષ કુલજીત સિંહ ચહલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કાઉન્સિલના કાયદાકીય વિભાગને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. જેમાં કેજરીવાલને સભ્ય પદ પરથી હટાવી શકાય કે કેમ તેની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. હવે સવાલ એ છે કે શું ખરેખર અરવિંદ કેજરીવાલને NDMCમાંથી હાંકી કાઢવામાં આવશે? શું ખરેખર એવો કોઈ નિયમ છે?

સૌથી પહેલા તો ચાલો જાણીએ કે NDMCની બેઠકમાં શું થયું? નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ના ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ ગુરુવારે અરવિંદ કેજરીવાલની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો. BJPનો આરોપ છે કે, કેજરીવાલે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના દિલ્હીમાં લાગુ કરી નથી. આ ઉપરાંત, AAP સરકારની સંજીવની યોજના વિશે 'ખોટી માહિતી' ફેલાવવામાં આવી રહી છે. BJPએ એમ પણ કહ્યું કે, તેમણે કાઉન્સિલના કાયદાકીય વિભાગને પ્રસ્તાવ મોકલ્યો છે. તેમણે તપાસ કરવાનું કહ્યું છે કે, શું અરવિંદ કેજરીવાલ (નવી દિલ્હીના ધારાસભ્ય હોવાના કારણે) ને NDMCની સતત ચાર બેઠકોમાં હાજરી ન આપવા અને સભ્ય તરીકે શપથ ન લેવા બદલ સભ્યપદમાંથી દૂર કરી શકાય છે કે કેમ. જોકે, આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલને NDMC સભ્ય પદેથી હટાવવાનું કોઈ કારણ નથી.

હવે ચાલો જાણીએ કે એવો કયો નિયમ છે જેના દ્વારા કોઈને NDMCમાંથી દૂર કરી શકાય છે? હકીકતમાં, જવાબ નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ એક્ટ, 1994ની કલમ 8માં છે. NDMC એક્ટની કલમ 8 સ્પષ્ટપણે જણાવે છે કે, જો કોઈ સભ્ય કાઉન્સિલની પરવાનગી વિના સતત ત્રણ મહિના સુધી તમામ બેઠકોમાં ગેરહાજર રહે છે, તો કાઉન્સિલ કેન્દ્ર સરકારને ભલામણ કરી શકે છે કે, આવા સભ્યની બેઠક ખાલી જાહેર કરવામાં આવે. બીજો વિકલ્પ એ છે કે, કોઈ વ્યક્તિ પોતાના હાથે લખીને રાજીનામું આપે. BJPનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ સતત ચાર બેઠકોમાં ગેરહાજર રહ્યા છે.

જો કે આમ આદમી પાર્ટીએ BJP સભ્યોના આ પ્રસ્તાવને ફગાવી દીધો છે. આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, આ પ્રસ્તાવ કાયદેસર રીતે માન્ય નથી, કારણ કે નવી દિલ્હીના ધારાસભ્ય હોવાના કારણે અરવિંદ કેજરીવાલ NDMCના હોદ્દેદાર સભ્ય છે. કુલજીત સિંહ ચહલનું કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ છેલ્લી ચાર મીટિંગમાં ગેરહાજર છે. તો શા માટે NDMC એક્ટ 1994 હેઠળ તેમની સદસ્યતા રદ ન કરવી. જો કે, હવે જોવાનું એ રહે છે કે NDMCના કાયદાકીય વિભાગની તપાસમાં શું થાય છે અને અરવિંદ કેજરીવાલનું શું થશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp