શું આ વખતના કેન્દ્રીય બજેટમાં સામાન્ય લોકોને ટેક્સમા રાહત મળશે?

PC: newslaundry.com

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રઆરી 2025ના દિવસે ફુલ બજેટ રજૂ કકરશે આ પહેલા લોકસભાની ચૂંટણી પહેલા તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જાણકારોનું માનવું છે કે આ વખતે સામાન્ય માણસોને ટેક્સ સ્લેબમાં રાહત મળી શકે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ વખતે બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડકશનનની મર્યાદા 75,000 રૂપિયાની છે તે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. ઉપરાંત 20 લાખ રૂપિયાની ઉપરની આવક પર 30 ટકાનો સ્લેબ પણ સરકાર લાવી શકે છે.

80 સીસીમાં કપાતની રાહત માટે જે 1.50 લાખની મર્યાદા છે તે વધારીને 2 લાખ થઇ શકે છે અને ગોલ્ડ પરની ઇમ્પોર્ટ ડ્યુટી નાણા મંત્રી વધારી શકે છે. જો કે જ્યારે બજેટનો પટારો ખુલશે ત્યારે ખબર પડશે કે કેટલી રાહત મળી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp