26th January selfie contest

શું પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે? ચિંતન શિબિરમાં ઉભી થઈ માગણી

PC: aajtak.in

ઉદયપુરમાં ચાલી રહેલા કોંગ્રેસના ચિંતન શિબિરમાં શનિવારે પ્રિયંકા ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગણી ઉભી થઇ હતી. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ દ્વારા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીની હાજરીમાં આ માંગણી ઉભી થઇ હતી. જોકે, બન્નેએ આ મુદ્દે કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. જ્યારે આ માંગણી ઉભી થઇ તો રાહુલ ગાંધી તે સમયે હાજર નહોતા.

આચાર્યએ કહ્યું કે બે વર્ષ પહેલા રાહુલ ગાંધીને મનાવવા માટે કોશિશ કરવામાં આવી હતી. શું રાહુલ ગાંધી અધ્યક્ષ બનવા માટે તૈયાર છે? જો તેઓ તૈયાર નથી તો પ્રિયંકા ગાંધી વાર્ડરાને અધ્યક્ષ બનાવવા જોઇએ. કારણ કે તેઓ ભારતનો લોકપ્રિય ચહેરો છે.

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે જ્યારે પ્રિયંકા ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગણી કરી તો ત્યાં હાજર મલ્લિકાર્જુન ખડગેએ તેમને ટોકવાની કોશિશ કરી પણ ખડગેએ તેમને સામે જવાબ આપ્યો. ત્યાં દીપેન્દ્ર હૂડાએ આચાર્યનું સમર્થન કરતાં કહ્યું કે, પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય સ્તર પર લાવવા જોઇએ, તેમને રાજ્ય પૂરતા સીમિત ન રાખવા જોઇએ. રંજીત રંજને પણ ખડગેનું સમર્થન કરતા કહ્યું કે, એક પ્રદેશમાં તેમને કેદ રાખવા એ ખોટું છે.

રાજસ્થાનના ભૂતપૂર્વ મંત્રી રઘુ શર્માએ બેઠકમાં કહ્યું કે, આપણે નહી સુધરશું તો ખતમ થઇ જઇશું. ગુજરાત કોંગ્રેસના ઇંચાર્જ રઘુ શર્માએ કહ્યું કે, ‘જો કોંગ્રેસ પાર્ટી હિમાચલ અને ગુજરાતની વિધાનસભા ચૂંટણી ન જીતી શકશે તો 2024ને ભૂલી જવું પડશે.’

ચિંતન શિબિર મટે અલગ અલગ પેનલ બનાવવામાં આવી છે, જે પાર્ટીના ભવિષ્ય માટે રોડમેપ તૈયાર કરશે. આમાં રાજકીય પેનલમાં ગુલામ નબી આઝાદ, કમલનાથ, અશોક ચૌહાણ, ભૂપેશ બઘેલ, પવન ખેરા, રંજીત રંજન, આચાર્ય પ્રમોદ કૃષ્ણમ, રઘુ શર્મા પણ શામેલ છે. આ પેનલના કન્વીનીયર મલ્લિકાર્જુન ખડગે છે. ફરિયાદો છતાં પણ કોંગ્રેસની હાલની સ્થિતિ માટે નેતાઓએ ચિંતા વ્યક્ત કરી.

શિબિર શરૂ થવા પહેલા ચિંતન શિબિર પહેલા ‘નવ સંકલ્પ’ લગાવવામાં આવ્યું. આ ચિંતન શિબિર આત્મમંથન માટે હતું પરંતુ શિબિરમાં ભાગ લઇ રહેલા નેતાઓનું સાંભળીએ તો પાર્ટી પોતાની ભૂલોને છૂપાવવાની કોશીશ કરી રહી હતી. નેતાઓને કહેવામાં આવ્યું કે, પહેલા થઇ ગયેલી ભૂલોને ધ્યાનમાં રાખ્યા વગર ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp