26th January selfie contest

અતીક-અશરફની હત્યાનો બદલો લઇશું, આતંકી સંગઠન અલ-કાયદાની ધમકી

PC: indiatvnews.com

અતીક અને અશરફ હત્યા કેસમાં મોટી આતંકી ધમકી મળી છે. અલ-કાયદાએ અતીકની હત્યાનો બદલો લેવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠન અલ-કાયદાએ સાત પાનાનું મેગેઝિન બહાર પાડીને કહ્યું કે તેઓ બંને ભાઇઓના હત્યાકાંડનો બદલો લેશે.

માફિયા અતીક અહમદ અને તેના ભાઇ અશરફની 15 એપ્રિલની રાત્રે પ્રયાગરાજમાં હત્યા કરી દેવામાં આવી હતી. એના બે દિવસ પહેલા જ અતીક અહમદના પુત્ર અસદને ઉત્તર પ્રદેશ પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. અતીક હજુ તો પુત્રને ગુમાવવાના ગમમાં હતો અને 15 એપ્રિલે જ્યારે તેને અને તેના ભાઇ અશરફને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યા હતા ત્યારે મીડિયને બાઇટ આપવા માટે બંને ભાઇઓ રોકાયા હતા અને તે સમયે અતીક અને અશરફનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. હત્યારાઓએ જયશ્રી રામના નારા લગાવીને પોલીસને સરેન્ડર કરી દીધું હતું.

અતીક- અશરફના હત્યારા અરૂણ મોર્ય, સની સિંહ અને લવલેશ તિવારીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ હત્યારાઓએ પોલીસ અને મીડિયાની હાજરીમાં પત્રકાર બનીને પહોંચ્યા હતા અ 18 રાઉન્ડ ફાયરીંગ કરી દીધું હતું. જેમાંથી 8 ગોળી અતીકને વાગી હતી. હજુ હત્યાકાંડની તપાસ ચાલી રહી છે.

પટનામાં શુક્રવારની નમાજ બાદ અતીક અહેમદના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દેશમાં અતીક અહેમદની હત્યા બાદ આ ઘટનાએ રાજકીય રંગ લીધો છે. કેટલાક તેને ષડયંત્ર કહી રહ્યા છે તો કેટલાક આ હત્યાકાંડને હિંદુ-મુસ્લિમ એંગલ આપી રહ્યા છે. આવી સ્થિતિમાં અલકાયદાની ધમકીએ આગમાં ઘી નાંખવાનું કામ કર્યું છે.

ઇદ પહેલા પ્રયાગરાજ સહિત ઉત્તર પ્રદેશના અનેક શહેરોમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ એવી કોશિશ કરી રહી છે કે અતીકની ગેંગના માણસો જલ્દી પોલીસની પકડમાં આવી જાય.. જેથી રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં કોઇ વિક્ષેપ ન ઉભો થાય.

જો કે અતીક- અશરફની હત્યા પછી તપાસમાં જોડાયેલી પોલીસની ટીમોએ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યા છે. અતીક ગેંગના પંટરોના લગભગ 800 ફોન અચાનક બંધ થઇ ગયા છે. આ બધા નંબરો પોલીસે સર્વેલન્સ પર મુક્યા હતા. બંધ થયેલા મોબાઇલ નંબરોની ડિટેલ કઢાવવામાં આવી રહી છે.

આ વચ્ચે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અતીક અહમદના પુત્ર અસદના મોબાઇલની ચેટ પરથી એક મોટો ખુલાસો થયો છે. અસદ અને તેમના વકીલની એક ચેટ પોલીસના હાથમાં આવી છે. અતીકના પરિવારના વકીલ  સૌલક હનીફે ઉમેશ પાલની હત્યાના 5 દિવસ પહેલા અસદને ઉમેશ પાલનો ફોટો મોકલ્યો હતો. હવે પોલીસ આ વાતની પણ તપાસ કરી રહી છે. હત્યાકાંડ સાથે જોડાયેલી તમામ કડીઓને પોલીસ જોડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp