પ્રેમી સાથે ભાગી ગયેલી મહિલાને અફસોસ, કહ્યું- મેં ઘણી ભૂલો કરી, છેલ્લીવાર...

PC: desiblitz.com

કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ કોઈપણ સાથે, ગમે ત્યારે થઈ શકે છે. પણ આ પ્રેમ, કુંવારા  હોય ત્યારે થાય તો સમજાય, પણ લગ્ન કર્યા પછી જ્યારે કોઈ બીજા પુરુષના પ્રેમમાં પડી જવાય તો તેને પ્રેમ ન કહેવાય, તેને શરીરની ભૂખ જ કહેવાય. પતિના ભરોસાનો ફાયદો ઉઠાવીને જ્યારે કોઈ સ્ત્રી બીજા પુરુષના પ્રેમમાં પડે છે ત્યારે એ પ્રેમ નહીં શરીરની ભૂખી હોય છે. તેમાં અંધ બનીને જ્યારે સ્ત્રી ઘર છોડીને જાય છે ત્યારે પતિનું જીવન મુશ્કેલ બની જાય છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બરેલીમાં બની છે. મહિલા તેના બે બાળકોને લઈને પતિને જાણ કર્યા વગર તેના પ્રેમી સાથે રહેવા ચાલી ગઈ હતી. પતિએ બે બાળકો ગુમ થયાનો રિપોર્ટ લખાવ્યો અને પોલીસે તેને પ્રેમીના ઘરેથી શોધી કાઢી હતી.

પોલીસે એક મહિલાને શોધી કાઢી હતી, જે તેના બે બાળકોને પતિને જાણ કાર્ય વગર તેના બરેલીના ઘરેથી દિલ્હી લઈ ગઈ હતી. તેને બાળકો સાથે બરેલી લાવ્યા બાદ બંને બાળકોને તેમના પિતાને સોંપવામાં આવ્યા હતા. જોકે, આ મામલામાં મહિલાના પતિએ તેની સામે કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.

ગુરુવારે કેન્ટના સદર બજારમાં રેલ્વે કર્મચારીના પુત્ર અને પુત્રીના અપહરણની માહિતી મળતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. SSP, SP સિટી અને CO પ્રથમ સહિત તમામ પોલીસ અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. CO શ્વેતા યાદવ અને ઈન્સ્પેક્ટર કેન્ટે જ્યારે CCTV કેમેરાના ફૂટેજ ચેક કર્યા ત્યારે એક મહિલા છોકરા અને છોકરીને લઈને જતી જોવા મળી હતી. પરિવારે ફૂટેજ જોયા બાદ મહિલાની ઓળખ બાળકોની માતા તરીકે કરી હતી.

પરિવારે જણાવ્યું કે, મહિલા રેલવે કર્મચારીની પત્ની છે. તેનો પતિ સાથે અઢી મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારથી તે તેના પ્રેમી સાથે ચનેહાટામાં રહે છે. બંને બાળકો મહિલાના છે. પોલીસે જ્યારે પ્રેમીને કસ્ટડીમાં લીધો ત્યારે ખબર પડી કે મહિલા તેના ઘરેથી બે દિવસ પહેલા જ નીકળી ગઈ હતી. મહિલાની મોટી પુત્રી સાથે ફોન પર થયેલી વાતચીતની વિગતો મેળવ્યા બાદ એવું જાણવા મળ્યું કે, મહિલા બાળકો સાથે દિલ્હી ગઈ છે. આ પછી પોલીસની ટીમ દિલ્હી પહોંચી અને બંને બાળકો સહિત મહિલાને સાથે લઇ આવ્યા.

દિલ્હીથી લાવવામાં આવતા મહિલાએ પોલીસની સામે તેના પતિ સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તેણે ઘણી ભૂલો કરી છે. તેનો તેને પછતાવો છે. મહિલાએ વધુમાં કહ્યું કે, છેલ્લી વખત તેને માફ કરો અને તેના પતિને કહ્યું કે, તેને અપનાવી લે, પરંતુ તેના પતિએ આનો કોઈ જવાબ ન આપ્યો. પોલીસે બંનેને એકબીજા સાથે વાત કરીને નિર્ણય લેવા માટે 15 દિવસનો સમય આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp