ઝેરી દવા ખાનારી મહિલાના મોઢામાં સારવાર દરમિયાન થયો બ્લાસ્ટ, ડૉક્ટરોના ઉડ્યા હોશ

PC: news18.com

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ ઝેરીલો પદાર્થ ખાઈ લીધો. જ્યારે તેને સારવાર માટે જવાહરલાલ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી ત્યારે સારવાર દરમિયાન મહિલાના મોઢામાં વિસ્ફોટ થઈ ગયો. વિસ્ફોટ જોઈ ડૉક્ટરોની ટીમ દંગ રહી ગઈ હતી. મહિલાના મોઢામાંથી ધુમાડો નીકળવાની સાથે આગ લાગી ગઈ હતી. ઘટનાની થોડી જ વારમાં મહિલાએ દમ તોડ્યો હતો.

આ અંગે સબ ઈન્સપેક્ટર અરવિંદ ચૌધરીએ જણાવ્યું હતું કે, મહિલાની ઓળખ શીલા દેવી તરીકે થઈ છે, જે હરદુઆ ગંજની વતની હતી. તેણે ઝેરીલા પદાર્થનું સેવ કર્યું હતું, ત્યારબાદ તેને ઈમરજન્સી વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ઈમરજન્સી વોર્ડના ACMO રાહુલ કુમારે જણાવ્યું હતું કે, આ પોતાનામાં એક અજીબોગરીબ ઘટના છે. અમે મેડિકલના ઈતિહાસમાં આવું પહેલીવાર જોયું છે, જ્યારે કોઈકે ઝેરીલા પદાર્થનું સેવન કર્યું હોય અને તેના મોઢામાં વિસ્ફોટ થયો હોય.

ACMO રાહુલ કુમારે જણાવ્યું હતું કે, આ ઘટનાનો વીડિયો સંશોધન માટે અમે Youtube અને અન્ય સોશિયલ સાઈટ્સ પર પણ શેર કરીશું. મહિલાના મોઢામાં વિસ્ફોટ થવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. શરૂઆતી તપાસમાં એવું લાગી રહ્યું છે કે, મહિલાએ વિસ્ફોટક પદાર્થનું સેવન કર્યું હતું. જેના કારણે તેની અન્ન નળી ફાટી ગઈ. તો બીજી તરફ કેટલાક ડૉક્ટરોનું એવું પણ કહેવું છે કે, મહિલાની અન્ન નળીમાં ગેસના પ્રેશરને કારણે વિસ્ફોટ થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp