ઈન્ડિયા ગેટ પર મહિલાએ પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા, થઈ ધરપકડ

PC: Youtube.com

ઈન્ડિયા ગેટ પર રવિવારે સવારે એક મહિલાએ હોબાળો કર્યો હતો. રવિવારની સવારે સાડા 8 વાગ્યાની આસપાસ એક મહિલા ઈન્ડિયા ગેટ પર થેલો લઈને પહોંચી હતી. આ મહિલાએ સૌ પ્રથમ પોતાના જૂતા ઈન્ડિયા ગેટ તરફ ફેંક્યા અને બાદમાં પાકિસ્તાનના સમર્થનમાં પાકિસ્તાન જિંદાબાદના સુત્રોચાર કર્યા હતા. આટલું જ નહી, તેણે અહી સુરક્ષાની ફરજ બજાવતા કર્મચારીઓને પણ પરેશાન કર્યા હતા. જોકે બાદમાં મહિલાની ધરપકડ કરીને દિલ્હી પોલીસને સોંપી દીધી છે.

આ અંગે પોલીસે જણાવ્યું કે, ઈન્ડિયા ગેટ પર પાકિસ્તાન જિંદાબાદના સુત્રોચાર કરનારી મહિલાનું નામ સુલ્તાના ખાન છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ મહિલા માનસિક બીમાર લાગી રહી છે. હાલ મહિલાને મે઼ડિકલ તપાસ માટે મોકલી દેવામાં આવી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

રવિવારે સવારે ઈન્ડિયા ગેટની નજીક શાંત વાતાવરણ હતું, ત્યારે આ મહિલા ત્યાં પહોંચીને પાકિસ્તાન જિંદાબાદના સુત્રોચાર કરવામાં આવતા તેને ઘેરી લેવામાં આવી હતી. જે કે ત્યાં હાજર અન્ય મહિલાની મદદથી તેની અટકાયત કરીને તેને દિલ્હી પોલીસને સોંપી દેવામાં આવી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp