પતિ પર એટલો ગુસ્સો આવ્યો કે કુહાડીથી મારી નાખ્યો, પછી 7 વર્ષના દીકરાને લઈને...

PC: twitter.com

જાલૌનના ઉરઈ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ પતિની દારુ પિવાની ખરાબ આદતથી કંટાળીને કુલ્હાડી મારીને તેની હત્યા કરી દીધી હતી. એ સમયે તેની સાથે તેનો સાત વર્ષનો દીકરો પણ ત્યાં હાજર હતો. ત્યાર બાદ તે દીકરાને પોલીસ સ્ટેશને લઈને ગઈ હતી અને પોતાને સરંડર કરી દીધી હતી. પોલીસે તરત જ મહિલાને અરેસ્ટ કરી હતી અને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

ઉત્તર પ્રદેશના જાલૌનમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ પોલીસ તેને ઘરે લઈ ગઈ હતી અને તેઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે પતિની બોડી લોહીલૂહાણ હતી. આ જોઈને પોલીસના પણ હોશ ઊડી ગયા હતા.

ન્યુઝ એજન્સી મુજબ આ કેસ ઉરઈ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતાં ઉમરાર ખેડા ગામનો છે. પોલીસે ઘરે પહોંચ્યા બાદ તરત જ મહિલાને અરેસ્ટ કરી હતી અને બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ મૃતકની ઓળખ સંદીપ ઉર્ફ કલ્લૂ તરીકે કરવામાં આવી હતી. તેની પત્ની સંધ્યાએ કુલ્હાડીથી તેના પતિની હત્યા કરી હતી.

પોલીસને સંધ્યાએ કહ્યું હતું કે સંદીપને દારુ પીવાની ખરાબ આદત હતી. તેની આ આદતને કારણે ઘરે રોજ જ ઝઘડા થતા હતા. તે રોજ દારુ પીયને તેને અને તેના દીકરાને મારતો હતો. રવિવારે તે દારુ પીયને મોડી રાતે ઘરે આવ્યો હતો અને આવીને તેણે મારપીટ કરવાની શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ તે લડીને ઊંઘી ગયો હતો. સંધ્યાએ કહ્યું કે તેને સંદીપ પર એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે તેણે કુલ્હાડીથી મારીને એને મારી નાખ્યો હતો. તેણે જ્યારે પતિને મારી નાખ્યો ત્યારે તેનો સાત વર્ષનો દીકરો પણ તેની સાથે જ હતો.

સંધ્યાના દીકરાએ પોલીસને કહ્યુ કે પાપા દારુ પીયને ઘરે આવ્યા હતા. મમ્મી સાથે લડીને તેઓ સૂઈ ગયા હતા. ત્યાર બાદ મમ્મીએ કુલ્હાડીથી તેમના પર બે વાર હુમલો કર્યો હતો જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું હતું.

જાલૌનના એસપી રવિકુમારનું કહેવું છે કે મહિલાને અરેસ્ટ કરી લેવામાં આવી છે. રોજબરોજના ઝઘડાથી કંટાળીને મહિલાએ કુલ્હાડી મારીને પતિની હત્યા કરી નાખી છે. આ વિશે આગળ કાર્યવાહી ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp