કોઈપણ યુવતી કામ માટે બહાર જશે તો તેની સુરક્ષા માટે તેનું ટ્રેકિંગ થશેઃ MP CM

PC: reportwire.in

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઈચ્છા વ્યક્ત કરી છે કે દેશમાં છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરી દેવી જોઇએ. તેમણે કહ્યું છે કે આ મુદ્દા અંગે ચર્ચા થવી જોઇએ અને રાજ્યોમાં આ વાતને લઇ ચિંતન કરવું જોઇએ.

વાત એ છે કે, પાછલા દિવસોમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં સમ્માન અભિયાનના શુભારંભ દરમિયાન આ વાત કહી છે. આ અભિયાનનો હેતુ મહિલા ગુનાના ઉન્મૂલનમાં સમાજની ભાગીદારી સુનિશ્ચિત કરવી, મહિલાઓ અને બાલિકાઓ માટે સન્માનજનક અને અનુકૂળ વાતાવરણ તૈયાર કરવાનું છે. સાથે જ સામાન્ય નાગરિકોને કાયદાકીય જોગવાઇઓ પ્રત્યે જાગૃત કરવાનું છે કે તેઓ મહિલા સુરક્ષા પ્રત્યે પોતાની જવાબદારી સંભાળી શકે.

તેમણે કહ્યું કે, અમારો અભિયાન સમાજની માનસિકતા બદલવાનો છે. આ કામ માત્ર સરકાર અને પોલીસનું નથી. દીકરીઓની સુરક્ષા અને સન્માન માટે સમાજની માનસિકતા બદલવી પડશે. દીકરાના 100 ગુના માફ, પણ દીકરીઓ પર પ્રતિબંધો. કોઈ ઘટના બની જાય તો દીકરીઓને જ દોષી ગણવામાં આવે છે. મને લાગે છે કે દીકરીઓની લગ્નની ઉંમર 18 થી વધારીને 21 વર્ષ કરી દેવી જોઇએ. હું તેને ચર્ચાનો વિષય બનાવવા માગુ છું. દેશમાં અને રાજ્યોમાં આ વાત પર ચિંતન થવું જોઇએ.

રાજ્યની બહાર જનારી દીકરીઓનું થશે રજિસ્ટ્રેશન

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે આવનારા સમયમાં સરકાર નવી પહેલ કરવા જઇ રહી છે. તેમણે કહ્યું કે, કોઈપણ યુવતી જ્યારે કામ માટે રાજ્યની બહાર જાય છે તો તેમનું સ્થાનીય સ્તરે રજિસ્ટ્રેન કરાવવું હવે ફરજિયાત કરી દેવામાં આવશે. તેમની સુરક્ષા માટે તેમનું સતત ટ્રેકિંગ કરવામાં આવશે અને તેમને અમુક સંપર્ક નંબર આપવામાં આવશે, જેથી તેઓ સંકટના સમયમાં સંપર્ક કરી શકે.

જોકે, મુખ્યમંત્રીની આ પહેલ લોકોને જરા પણ પસંદ પડી નથી. લોકોનું કહેવું છે કે, આ પ્રાઈવસીનું ઉલ્લંઘન છે અને કોણ છોકરીઓનું ટ્રેકિંગ કરે છે તે વ્યક્તિ કેવો હશે તેની ખાતરી કોણ આપે. ઘરને પણ હોસ્ટલ બનાવી દો. છોકરીઓને ટ્રેક કરવાના સ્થાને ક્રિમિનલોને ટ્રેક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp