વાંચો ઓટો ચલાવતા 74 વર્ષના ઈંગ્લિશ લેક્ચરરની મજેદાર અને ઈન્સપાયરિંગ સ્ટોરી

PC: aajtak.in

જ્યારે પણ આપણે ભારત ભ્રમણ કરીએ છે અને અલગ-અલગ રાજ્યોની મુલાકાત લેતા હોઈએ છે, તે દરમિયાન આપણને એવા ઘણા લોકો મળે છે, જેઓ ખૂબ જ અલગ અને રોમાંચિત હોય છે. સફરની આ મુસાફરોની વાતોમાં જ્યાં મીઠાશ હોય છે, તો ક્યારેક આ રાહ ચાલતા મુસાફરો પોતાના જ્ઞાન અને બોલવાની કળાથી આપણને આશ્ચર્યચકિત કરી દે છે અને પછી આપણે તેમને એક જ પ્રશ્ન પૂછી શકીએ છે કે તમે આટલું બધું જાણતા હોવા છતાં પણ અહીં કેમ છો? ત્યારે તેઓ એક મીઠું સ્મિત આપે છે અને જવાબદારી વિશે વાત કરતાં પોતાના સમગ્ર ઘરની સ્ટોરી સંભળાવી દે છે.

ત્યારે અમે અહીં તમને એક રીક્ષા ચાલક વિશે જણાવીશું કે જેઓ મુંબઈની એક કૉલેજમાં 20 વર્ષ સુધી અંગ્રેજીના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને હવે બેંગ્લોરમાં રીક્ષા ચલાવે છે. ગત દિવસો દરમિયાન તેમની સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. 74 વર્ષના પટાબી રમન કહે છે કે, વાયરલ થયા પછી, દિવસ-રાત તેમના પર લોકોના ફોન આવે છે અને દરેક તેમના વિશે વધુ વાતો જાણવા માંગે છે.

એક ઈન્ટરવ્યુમાં પટાબી રમન કહે છે કે, ચેન્નાઈની એક છોકરીએ તેમને લગ્નની ઓફર આપી હતી. તેમણે જણાવ્યું કે છોકરી ઓછી ઉંમરના છોકરાઓ સાથેના સંબંધોથી કંટાળી ગઈ હતી. છોકરીએ પૂછ્યું કે શું તમે મારી સાથે લગ્ન કરવા ઇચ્છશો? જે વાત પર પટાબી રમને જવાબ આપ્યો કે તેમની પોતાની એક ગર્લફ્રેન્ડ છે. આ સાંભળીને છોકરી ચોંકી ઉઠી ત્યારે તેમણે કહ્યું કે તેઓ પરિણીત છે, પરંતુ તેઓ તેમની પત્નીને ગર્લફ્રેન્ડની જેમ જ ટ્રીટ કરે છે.

પટાબી રમનની સ્ટોરી સૌથી પહેલા ત્યારે લોકો સામે આવી જ્યારે તેમની એક મુસાફર, નિકિતા ઐય્યરે તેમની સ્ટોરી પોસ્ટ કરી. નિકિતા ઐય્યરે ઓફિસ જવાનું હતું અને કોઈ ઓટો ડ્રાઈવર તેને લઇ જવા માટે તૈયાર નહીં હતો, તેથી પટાબી રમને તેની મદદ કરી હતી. પટાબી રમન પોતાને રસ્તાના રાજા જણાવે છે.

પટાબી રમન પહેલા અંગ્રેજી લેક્ચરર હતા. 20 વર્ષ સુધી તેમણે લેક્ચરર તરીકે કામ કર્યું. તેઓ પોતાના બાળકો પાસેથી પૈસા લેવાનું પસંદ નથી કરતા. તેમનું કહેવું છે કે જ્યાં સુધી કામ કરી શકાય, ત્યાં સુધી લોકોએ કામ કરવું જોઈએ.

પટાબી રમને MA અને M.Ed કર્યું છે. તેમણે કહ્યું- રીક્ષા ચલાવીને રોજના 700થી 1500 રૂપિયા કમાઇ લઉં છું. જે મારા અને મારી ગર્લફ્રેન્ડ માટે ઘણા છે. પટાબી રમન કહે છે કે, તેઓ કોઈના પર નિર્ભર નથી, તેઓ પોતાનું જીવન ખુશીથી જીવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp