પ્રસવથી પીડાતી મહિલાને હોસ્પિટલે ભગાડી, રેલવે પ્લેટફોર્મ પર આપ્યો બાળકને જન્મ

PC: news18.com

સ્વાસ્થ્ય વિભાગની બેદરકારીનો એક કિસ્સો ઉત્તર પ્રદેશના બાંદ્રા જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં પ્રસવથી પીડાતી એક મહિલાને જિલ્લા મહિલા હોસ્પિટલના કર્મચારીઓએ એવું કહીને ભગાડી દીધી કે તેમની પાસે પૂરતો સ્ટાફ નથી. જિલ્લા મહિલા હોસ્પિટલના કર્મચારીઓએ પ્રસવથી પીડાઈ રહેલી ગર્ભવતી મહિલાને દુઃખાવાનું ઈન્જેક્શન આપીને પરત મોકલી દીધી હતી. ત્યાર બાદ મહિલાએ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર બાળકને જન્મ આપ્યો.

આ મામલો બાંદ્રા જિલ્લા મહિલા હોસ્પિટલનો છે. રવિવારે મોડી રાતે એક ગર્ભવતી મહિલા સુનિતા પ્રસવ પીડાથી કણસતી હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં હોસ્પિટલના સ્ટાફે તેને એવું કહી પાછી મોકલી આપી કે તેમની પાસે સ્ટાફ નથી. એક નર્સે સુનિતાને દુઃખાવાનું ઈન્જેક્શન આપી પરત મોકલી હતી.

જ્યારે ગર્ભવતી મહિલા સુનિતા તેની માતાની સાથે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી તો તેનો દુઃખાવો વધી ગયો. સુનિતાની બુમો સાંભળીને પ્લેટફોર્મ પર બેઠેલી મહિલા મદદે આવી અને તેણે એક બાળકને જન્મ આપ્યો. ત્યાર બાદ મહિલાના પરિવારે તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી.

વાત એ છે, આ પૂરા મામલામાં જનપદ સ્વાસ્થ્ય વિભાગ કંઇ બોલવા તૈયાર નથી. બેદરકાર સિસ્ટમ પોતાનો વાંક કબૂલવા તૈયાર નથી. તેમની બેદરકારીને કારણે મહિલાએ ભટકતા રહેવું પડ્યું. CMS ઉષા સિંહે આ બાબતે કંઇ પણ બોલવાની ના પાડી દીધી છે. આ પહેલો એવો બેદરકારીનો મામલો નથી જ્યાં હોસ્પિટલ સ્ટાફે ડૉક્ટરની અછત છે એવું બહાનુ કાઢી દર્દીને પરત મોકલી દીધા હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp