મહિલા અનામત 2029માં જ લાગુ થશે. જાણો કેમ આવી વાત ચર્ચામાં છે

PC: indiatoday.in

મહિલા અનામત બિલ લોકસભામાં રજૂ થઈ ચૂક્યું છે. જો બિલ પાસ થાય છે તો લગભગ 3 દશકોના સંઘર્ષ બાદ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામતનો રસ્તો ખુલવાનો છે. જો કે, બિલમાં પ્રસ્તાવિત કાયદા મુજબ તેના માટે વર્ષ 2029 સુધી રાહ જોવી પડશે. બિલ કાયદો બન્યા બાદ તેમાં સીમાંકન થશે, ત્યારબાદ જ મહિલા અનામત કોટા લાગૂ કરી શકાય છે. સીમાંકન આગામી વસ્તી ગણતરી બાદ થશે અને વસ્તી ગણતરી વર્ષ 2027માં થવાની સંભાવના છે.

વર્ષ 2002માં સંશોધિત અનુચ્છેદ 82 મુજબ સીમાંકન પ્રક્રિયા 2026 બાદ થયેલી પહેલી વસ્તી ગણતરીના આધાર પર કરી શકાય છે. મીડિયા રિપોર્ટ મુજબ, મૂળ રૂપે વર્ષ 2026 બાદ પહેલી વસ્તી ગણતરી 2031 કરવાની હતી, ત્યારબાદ સીમાંકન થશે. જો કે, આ વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોરોનાના કારણે મોડું થયું. એટલે હવે તે વર્ષ 2027માં થઈ શકે છે. તો જલદી સીમાંકન માટે અનુચ્છેદ 82માં સંશોધન કરવું પડશે. બીજી તરફ દક્ષિણ રાજ્ય તાત્કાલિક સીમાંકન વિરુદ્ધ છે.

મહિલા અનામત બિલ એક્ટ બન્યા બાદ 15 વર્ષ સુધી લાગૂ રહેશે, પરંતુ તેનો કાર્યકાળ વધારી શકાય છે. ખાસ વાત એ છે કે દરેક સીમાંકન બાદ મહિલાઓ માટે અનામત સીટો બદલી દેવામાં આવશે. 6 પેજના બિલમાં કહેવામાં આવ્યું છે કે લોકસભા અને વિધાનસભાઓમાં એક તૃતીયાંશ સીટો મહિલાઓ માટે અનામત રહેશે અને તેમને દરેક ચૂંટણીથી ભરવામાં આવશે. સાથે જ આ કોટા રાજ્યસભા કે રાજ્ય વિધાન પરિષદો માટે લાગૂ નહીં થાય. કોટાની અંદર એક તૃતીયાંશ સીટો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે હશે.

બિલમાં OBC (અન્ય પછાત વર્ગ) માટે અનામત સામેલ નથી, કેમ કે બિલ માટે એવું પ્રાવધાન ઉપસ્થિત નથી. આ એ માગ હતી જેને લઈને સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ (JDU) જેવી પાર્ટીઓએ દશકો સુધી મહિલા કોટા બિલનો વિરોધ કર્યો. આ બિલ વર્ષ 2010માં તૈયાર કરવામાં આવેલા મહિલા અનામત બિલ સમાન છે, જ્યારે મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર સત્તામાં હતી. નવા બિલમાં એંગ્લો ઇન્ડિયન સમુદાય માટે કોટા લાવવા માટે માત્ર 2 સંશોધનો હટાવી દેવામાં આવ્યા છે.

બિલમાં કહેવામાં આવ્યું છે કે મહિલા કોટા બિલનું પ્રાવધાન મતવિસ્તારના સીમાંકન કે પુનર્નિર્ધારણ બાદ પ્રભાવી હશે. પ્રભાવી રૂપે નવું બિલ એક સક્ષમ પ્રાવધાન છે, એક પગલું આગળ છે, પરંતુ સીમાંકન અધિનિયમ માટે એક અલગ બિલ અને અધિસૂચનાની જરૂરિયાત હશે. બિલમાં કહેવામાં આવ્યું છે કે અનુચ્છેદ 239(A), 330(A) અને 332(A)ના પ્રાવધાનોને આધીન રહેતા લોકસભા, કોઈ રાજ્યની વિધાનસભા અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત સીટો એ તારીખ સુધી ચાલુ રહેશે, જે સાંસદ કાયદા દ્વારા નિર્ધારિત કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp