યોગી સરકારે રેપ પીડિતાને રક્ષણ ન આપ્યું,પણ કુશળતાથી રેલવે સ્ટેશનનું નામ બદલ્યું

PC: indiatimes.com

યોગી આદિત્યનાથની ઉત્તર પ્રદેશ સરકાર જ્યારથી શાસનમાં આવી છે ત્યારથી રાજ્યના રેલવે સ્ટેશનો અને શહેરોના નામ બદલી રહી છે. હાલમાં ફરી યોગી સરકારે નૌગઢ઼ રેલવે સ્ટેશનનું નામ બદલીને સિદ્ધાર્થ નગર કરી નાખ્યું છે.

PWDના પ્રિન્સિપલ સેક્રેટરી નીતીન ગોકરનના મતે સ્ટેશનના નામ બદલવા અંગે એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવી છે. આ પહેલા યોગી સરકારે મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નામ બદલીને દિન દયાલ ઉપાધ્યય રેલવે સ્ટેશન કરી નાખ્યું હતું. તો વળી અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે.

BJP MP જગદમ્બિકા પાલે કહ્યું કે, નૌગઢ઼ રેલવે સ્ટેશનનું એ જ નામ રાખવાનો કોઈ અર્થ જ નથી જ્યારે જિલ્લાનું નામ જ સિદ્ધાર્થ નગર હોય. આ રેલવે સ્ટેશનનું નામ પ્રવાસીઓને મૂંઝવણમા મૂકતું હતું. આ બાબતે મેં મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.

પાલ કહે છે કે, નામ બદલવાની નોટીફિકેશન ત્યારે જ બહાર પાડવામાં આવી જ્યારે અમને ગૃહ અને રેલવે મંત્રાલય તરફથી આ બાબતે ક્લિઅરન્સ મળી ગયું.

આ પહેલા જાન્યુઆરીમાં યોગી આદિત્યનાથે લોકોને વાયદો કર્યો હતો કે, જો તેઓ હૈદરાબાદનું નામ 'ભાગ્યનગર' કરવા ઈચ્છતા હોય તો તેમણે BJPને વોટ આપવો પડશે.

આ જોઈને તો લાગી રહ્યું છે કે, ઉત્તર પ્રદેશની યોગી સરકારની પહેલી પ્રાથમિકતા તો રાજ્યમાં રેલવે સ્ટેશનો અને શહેરોના નામ બદલવાની છે. મહિલાની સુરક્ષા અને મહિલાઓ વિરુદ્ધ વધી રહેલા ગુનાઓ બાબતે તેમને જોવું જ નથી. એ જ કારણ છે કે ઉત્તર પ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ સૌથી વધારે જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp