આખલાઓની નસબંધી કરાવશે સરકાર, પૂર્વ CMએ કર્યો કટાક્ષ

PC: economictimes.com

ઉત્તર પ્રદેશના રસ્તાઓ પર રખડતા પશુઓની વધતી સંખ્યાને કારણે પરેશાન યોગી સરકાર હવે આખલાઓની નસબંધી કરાવશે. સરકારના આ નિર્ણયને રસ્તાઓ પર રખડતા પશુઓની સંખ્યામાં થયેલી વૃદ્ધિ અને તેને કારણે થતાં રોડ અકસ્માતને કાબૂમાં લેવા માટેની કોશિશના રૂપમાં જોવાઈ રહ્યો છે.

સરકારના આ પગલાને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને યોગી સરકાર પર વ્યંગ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, પ્રદેશની BJP સરકાર પશુઓની સમસ્યાઓની સાથે સાથે એવી સમસ્યાઓ પર પણ ધ્યાન આપે જે સતત ઘટતી GDP, પ્રદેશમાં શૂન્ય રોકાણ અને બેરોજગારીથી પરેશાન વ્યક્તિઓ માટે સામે ઊભી છે. ખબર નહિ સત્તામાં ચૂર BJPને ક્યારે ભાન આવશે.

1000 વાછરડાઓની થશે નસબંધી:

રસ્તાઓ પર રખડતા આખલાઓની સાથે વાછરડાઓની પણ નસબંધી કરાવવાની તૈયારી સરકારની છે. નગર નિગમ લખનઉના કાન્હા ઉપવનના 1000 વાછરડાઓની નસબંધી કરાવવામાં આવશે. તેની સાથે જ રસ્તાઓ પર રખડતા આખલાઓની નસબંધી પણ કરવામાં આવશે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકારના આ પગલાથી ગૌવંશની સારી નસલોમાં સુધારો આવશે. અને તેની સાથે જ વાછરડી અને વાછરડાની સંખ્યામાં પણ ઘટાડો આવશે. તેના માટે પ્રમુખ સચિવ પશુપાલનને જવાબદારી સોંપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp