UP પંચાયત ચૂંટણી- વારાણસી, અયોધ્યા, મથુરામાં એવું પરિણામ આવ્યું કે BJP ચોંકી

PC: wikimedia.org

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં મોડી રાતે પંચાયત ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જોકે, કઇ પાર્ટીનો કયો ઉમેદવાર જીત્યો તેના અનુસાર લિસ્ટ બહાર પાડવામાં આવી નથી પણ પંચાયત ચૂંટણીમાં પાર્ટીઓએ પોતાના સમર્થિત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. તેમની લિસ્ટ અનુસાર, ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. સમાજવાદી પાર્ટી 16 સીટો જીતવાનો દાવો કરી રહી છે તો ભારતીય જનતા પાર્ટી કુલ પંચાયત ચૂંટણીની 40 સીટોમાંથી માત્ર 8 સીટો જ મેળવી શકી. બહુજન સમાજ પાર્ટી 5 સીટો પર, કોંગ્રેસ 2, અપના દળ 2, સુભાસપા 2 અને અપક્ષના 4 ઉમેદવારોએ જીત હાંસલ કરી છે. જોકે, કોંગ્રેસ અપક્ષ ઉમેદવારોમાંથી એક બેને પોતાના ઉમેદવારોની લિસ્ટમાં સામેલ કરી રહી છે.

ઉત્તર પ્રદેશની પંચાયત ચૂંટણીના પરિણામોમાં સત્તાધારી યોગી આદિત્યનાથ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપા સરકારના એજન્ડામાં સામેલ 3 જિલ્લા- વારાણસી, અયોધ્યા અને મથુરામાં સમાજવાદી પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે. યોગી સરકારના 4 વર્ષના કાર્યકાળમાં આ ત્રણેય જિલ્લા પર વિશેષ ફોકસ રહ્યું છે. પંચાયત ચૂંટણીના પરિણામો ભાજપા સરકાર માટે ઝટકો આપનારા રહ્યા છે.

વારાણસીમાં ભાજપા જિલ્લા પંચાયતની 40માંથી માત્ર 8 સીટો પર જ ખાતુ ખોલાવી શકી તો સપાના ખાતામાં 14 સીટો આવી છે.

મથુરામાં BSP અને RLDનો જલવો

મથુરામાં પણ ભાજપાને મોટી હારનો સામનો કરવો પડ્યો છે. અહીં માયાવતીની BSPએ 12 અને RLDએ 9 સીટો પર જીત હાસલ કરી છે. ભાજપાની ઝોળીમાં માત્ર 8 સીટો જ આવી છે.

અયોધ્યામાં પણ ભાજપાને ફટકો

અયોધ્યામાં પણ ભાજપાની સ્થિતિ ખરાબ રહી. જિલ્લાની 40 પંચાયત સીટોમાંથી 24 પર સમાજવાદી પાર્ટીએ જીત હાંસલ કરી છે. તો ભાજપાના હાથમાં માત્ર 6 સીટો જ આવી. અન્ય સીટો પર અપક્ષનો કબ્જો રહ્યો.

અયોધ્યા-મથુરા-કાશી ત્રણેય જિલ્લાઓ ભાજપાના રાજકીય એજન્ડામાં હંમેશા સામેલ રહ્યા છે. તેના નામ પર જ ભાજપા રાજકારણ કરતી આવી છે. દેશ અને રાજ્ય બંને જગ્યાઓ પર ભાજપાની જ સરકાર છે. અયોધ્યામાં પણ રામમંદિર નિર્માણ થઇ રહ્યું છે, જેનો સંપૂર્ણ શ્રેય ભાજપા પોતે લે છે. વારાણસી પણ સતત 2 વારથી પ્રધાનમંત્રી મોદીનું સંસદીય ક્ષેત્ર છે. અયોધ્યા પછી ભાજપા હવે મથુરાના કૃષ્ણ જન્મભૂમિ અને વારાણસીના જ્ઞાનવાની મસ્જિદ પર પણ પગલું વધારી રહી છે. 8 મહિના પછી થનારી વિધાનસભા ચૂંટણી પહેલા પંચાયત ચૂંટણીની આ સેમીફાઇનલમાં મળેલી હાર યોગી સરકાર માટે મોટો ફટકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp