વંદે ભારત એક્સપ્રેસઃ દેશની સૌથી ફાસ્ટ ટ્રેનમાં બેસવા પૈસા પણ વધુ ખર્ચવા પડશે

PC: timesofindia.com

દેશની સૌથી ફાસ્ટ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે તમારે વધુ નાણા પણ ખર્ચવા પડશે. મળતી માહિતી અનુસાર, વંદે ભારત એક્સપ્રેસમાં દિલ્હીથી વારાણસીની વચ્ચે એસી ચેર કારનું ભાડું 1850 રૂપિયા, જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડુ 3520 રૂપિયા હશે, જેમાં કેટરિંગનો ચાર્જ જોડાયેલો છે. પાછી ફરતી વખતે ચેર કાર ટિકિટની કિંમત 1795 રૂપિયા હશે અને એક્ઝિક્યુટિવ કારના પ્રવાસીઓએ 3470 રૂપિયા ચુકવવા પડશે. વંદે ભારત એક્સપ્રેસમાં ચેર કારનું ભાડું એટલા જ અંતર પર દોડી રહેલી શતાબ્દી ચેર કારની સરખામણીમાં 1.5 ગણું છે. જ્યારે એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડુ એસી ફર્સ્ટ કાલ્સ સિટિંગ કરતા 1.4 ગણુ વધુ છે.

આ સેમી હાઈ સ્પીડ ટ્રેનને 15 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને રવાના કરશે. ટ્રેનમાં 2 પ્રકારની બોગીઓ છે, એક્ઝિક્યુટિવ ક્લાસ અને ચેર કાર. બંને કેટેગરી માટે ભોજનની કિંમત પણ અલગ-અલગ છે. ટ્રેન પોતાની 755 કિમીની યાત્રામાં બે સ્ટોશનો કાનપુર અને પ્રયાગરાજમાં રોકાશે. આ માર્ગ પર તે સૌથી વધુ સ્પીડમાં ચાલતી ટ્રેન હશે. આ યાત્રા 8 કલાકમાં પૂર્ણ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp