કુટુંબે દબાણથી લગ્ન કરાવ્યા તો યુવતીએ પ્રેમી સાથે ભાગી ચાલતી ટ્રેનમાં ફરી લગ્ન..

PC: aajtak.in

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, તે ગમે ત્યાં કોઈ પણ સાથે થઈ શકે છે. પ્રેમમાં પડેલા લોકોને ન તો ઘર પરિવારની ચિંતા થાય છે અને ન તો સમાજ અને રીતિ-રિવાજની. તમે લગ્નોની અનેક રીતો બાબતે તો સાંભળ્યું જ હશે, પરંતુ આજે અમે આ આર્ટિકલમાં એક એવી કહાની લઈને આવ્યા છીએ, જે કદાચ પહેલી વખતે થયું હશે અને કદાચ આવી કહાની તમે સાંભળી પણ નહીં હોય. એક યુવકે તેની પરીણિત પ્રેમિકા સાથે ચાલુ ટ્રેનમાં જ લગ્ન કરી લીધા અને સેંથામાં સિંદુર પણ ભરી દીધું. ચાલો તો જોઈએ કે આ ઘટના ક્યાંની છે અને શું છે આખી કહાની.

બિહારના સુલ્તાનગંજમાં એક પરણિત મહિલાએ ટ્રેનના ટોયલેટ સામે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા. આ ઘટના ભીરખુર્દના ઉધાડિહ ગામની છે. લગ્ન બાદ મહિલાએ પહેલા પતિને ઠુકરાવી દીધો. રિપોર્ટ મુજબ 2 મહિના પહેલા જ છોકરીના લગ્ન કિરણપુર ગામના યુવક સાથે થયા હતા. ત્યારબાદ યુવતી એક દિવસે સાસરીમાંથી ફરાર થઈને પોતાના પ્રેમીને મળી. પરણિત મહિલાના પ્રેમી આશુ કુમારે ચાલતી ટ્રેનમાં ટોયલેટ સામે તેની સાથે લગ્ન કરી લીધા અને સેંથામાં સિંદુર પણ ભરી દીધું.

લગ્ન બાદ બંનેની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્ન બાદ યુવક આશુ કુમારે જણાવ્યું ગામની યુવતી અનુ કુમારી સાથે ઘણા વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. છોકરીના પરિવારજનોને જ્યારે તેની જાણકારી મળી તો  તેમણે તેના (અનુ કુમારીના) ઘરમાંથી નીકળવા પર પ્રતિબંધ લગાવી દીધો. આ દરમિયાન 2 મહિના પહેલા યુવતીના પરિવારજનોએ કિરણપુર ગામના યુવક સાથે બળજબરીપૂર્વક લગ્ન કરી દીધા. યુવકના જણાવ્યા મુજબ લગ્ન બાદ યુવતીએ પોતાના પતિ સાથે રહેવાનો ઇનકાર કરી દીધો હતો.

બુધવારે ચાન્સ મળતા જ યુવતી પ્રેમી સાથે ફરાર થઈ ગઈ. બંને સુલ્તાનગંજ સ્ટેશને પહોંચીને ટ્રેનથી બેંગ્લોર જવા રવાના થઈ ગયા અને આ દરમિયાન યુવતીના દબાવ પર લગ્ન કરી લીધા. કોઈએ તેની તસવીર ખેચીને વાયરલ કરી દીધી છે. બંનેની તસવીર વાયરલ થયા બાદ ગામમાં જાતજાતની ચર્ચાઓ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp