1 ડિસેમ્બર સુધીમાં આ કામ નહીં કરો તો બંધ થઈ જશે SBI ઈન્ટરનેટ બેન્કિંગ સુવિધા

PC: dnaindia.com

દેશની સૌથી મોટી બેંક SBIનાં ગ્રાહકો માટે એક મહત્ત્વનાં સમાચાર સામે આવ્યા છે. 1 ડિસેમ્બર પછી તમારી બેન્કિંગ ઈન્ટરનેટ સેવા બંધ થઈ શકે છે. SBI તરફથી આ જાણકારી આપવામાં આવી છે. SBIએ પોતાની આધિકારીક વેબસાઈટ onlinesbi.com પર તેની જાણકારી આપી છે. આ માહિતી અનુસાર, જો તમે હાલ SBI ઈન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરતા હો, પરંતુ તમે હજુ સુધી પોતાનો મોબાઈલ નંબર બેંક સાથે રજીસ્ટર કરાવ્યો ન હશે, તો 1 ડિસેમ્બર સુધીમાં કરાવી લો.

બેંક દ્વારા માહિતી આપવામાં આવી છે કે, જો તમે 1 ડિસેમ્બર, 2018 સુધીમાં આ કામ ન કર્યું, તો તમારા ઈન્ટરનેટ બેન્કિંગને બ્લોક કરી દેવામાં આવશે. ત્યારબાદ તમે ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા લેવડ-દેવડ નહીં કરી શકશો.

કેવી રીતે કરશો અપડેટ

SBI દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે કે, તમારો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારે તમારી બ્રાન્ચમાં જવું પડશે. અહીં તમે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવી લો. જેથી, તમારી કોઈપણ સુવિધામાં અવરોધ ઊભો ન થાય.

શા માટે જરૂરી છે મોબાઈલ નંબર અપડેટ કરાવવો?

પોતાનાં ખાતાની સાથે મોબાઈલ નંબર અપડેટ કરવો એટલા માટે અનિવાર્ય છે, જેથી તમને દરેક લેવડ-દેવડની માહિતી મળતી રહે. તેનાંથી કોઈપણ સંભવિત છેતરપિંડીથી બચવામાં મદદ મળે છે. આમ, મોબાઈલ નંબર અપડેટ કરાવવો તમારા માટે જ ફાયદાકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp