નોકરી ક્યાં મળશે, યુવાનો પૂછે છે...

PC: huffingtonpost.com

ગુજરાતમાં જિલ્લા રોજગાર કચેરીઓમાં નોંધાયેલા બેરોજગારોને સરકારી, ખાનગી રોજગારી, શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગારોને નોકરીઓ મળી શકી નથી. માર્ચ 2018મા મળેલી ગુજરાત વિધાનસભામાં આપેલી વિગતોના આધારે 1 વર્ષમાં 70,000ને સરકારી નોકરી આપવાના બણગાં પણ સાચા પડ્યા નથી. બે વર્ષમાં 12,869 લોકોને રોજગારી મળી છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં થઈને કુલ 5,37,563 બેરોજગાર છે. ગુજરાતમાં ત્રણ વાયબ્રન્ટ ગુજરાતમાં કુલ 1.07 કરોડ યુવાનોને ખાનગી અને સરકારી નોકરી મળશે એવું તે સમયની સરકારે કહ્યું હતું. 2001થી 2014 સુધીમાં 1.30 કરોડ લોકોને નોકરી આપવાની હતી પણ તેની સામે ગુજરાત સરકાર જેમાં બે વર્ષમાં માત્ર 4 લાખ લોકોને જ કાયમી કે કામચલાઉ ઓછા પગારની નોકરી મળી હતી. આજે નવા યુવાનો નોકરી કરે છે પણ રૂ. 10 હજારના પગારમાં અર્ધ બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. ખેત મજૂરો અને મજૂરોની રોજગારી હવે અર્થ બેકારીમાં ફેરવાઈ ગઈ છે.

અર્ધ બેરોજગારી

વાયબ્રન્ટ ગુજરાતમાં 2007મા કહેવામાં આવ્યું હતું કે 13,12,436 લોકોને રોજગારી મળશે. 2009મા કહ્યું હતું કે, 29,81,021 અને 2011મા 60,00,000 લોકોને રોજગારી ભાજપ સરકાર ઊભી કરશે પણ તેમ થઈ શક્યું નથી. તેની સામે 2007મા 55,463 અને 2009મા 3,84,954ને કામચલાઉ કે કાયમી નોકરી મળી હતી. આમ કુલ 13 વર્ષમાં બહુ ઓછા લોકોને પૂર્ણ રોજગારી મળી હતી. જેમાં એક કંપનીમાંથી બીજી કંપનીમાં ગયા હોય એવા રોજગારીનો સમાવેશ થતો નથી. તેમ સામાજિક નેતા ગૌતમ ઠાકરે જણાવ્યું હતું.

2019મા બે કરોડની નોકરી જશે

ભારતના શ્રમ મંત્રાલય આંકડા મુજબ બેરોજગારીની ખૂબ ચિંતાજનક સ્થિતિ છે. અહેવાલ મુજબ દેશમાં રોજ 550 નોકરી ખતમ થઈ રહી છે. આજની તારીખમાં 12 કરોડ લોકો બેરોજગારીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન મુજબ ભારતમાં 2017મા 1.83 કરોડ અને 2018મા 1.86 કરોડ અને 2019મા 1.90 કરોડ લોકો બેરોજગાર થવાના છે.

એક કરોડ દર વર્ષે નોકરી ન મળી

2014મા ચૂંટણી પ્રચારમાં યુવાનોને ખૂબજ આશા અને અપેક્ષાઓ રોજગારી માટે વચનો દ્વારા આપી હતી. ભાજપે દેશને ખાતરી આપી હતી કે દર વર્ષે 1 કરોડ નવી નોકરીઓ પેદા કરાશે. પણ સરકાર પછી આમ કરી શક્યા નહીં. દેશના યુવાનો માટે લાખો રોજગારી સર્જન કરવાનું પોતાનું વચન પાળવામાં તેઓ સંપુર્ણ નિષ્ફળ ગયા છે. ભાજપના શાસનમાં બેરોજગારી વધતી જાય છે. નોટબંધી અને GSTને કારણે લાખો લોકો બેરોજગાર બન્યા છે.

નીતિન ગડકરીની કબુલાત

કેન્દ્ર સરકારના વરિષ્ઠ કેબિનેટ મંત્રી નીતિન ગડકરી કહે છે 'અનામતની પાછળ દોડવાની કંઈ નહીં મળે, વાસ્તવમાં દેશમાં નોકરીની તકો જ ઘટી રહી છે. નોકરીઓ છેજ ક્યાં?” તેમના કહેવા મુજબ સરકારી નોકરીઓમાં ભરતી બંધ છે.

દેશમાં ગંભીર સ્થિતી

દેશમાં શિક્ષણમાં 10 લાખ, ઉચ્ચ શિક્ષણમાં 12 લાખ, પોલીસમાં 5 લાખ, રેલવેમાં 2 લાખ, આરોગ્યમાં 1.50 લાખ, લશ્કરી દળોમાં 1.25 લાખ, અદાલતોમાં 6 હજાર જગ્યાઓ આશરે ખાલી છે. તે ન ભરવાનું કારણ હજુ સરકારે જાહેર કર્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp