ઝોમેટોના ડિલિવરી એજન્ટને સાન્તા ક્લોઝનો ડ્રેસ ઉતારવાની ફરજ પાડવામાં આવી

PC: x.com

દેશભરમાં Zomato ડિલિવરી રાઇડર્સે સાન્તાક્લોઝના કોસ્ચ્યુમમાં સજ્જ થઈને નાતાલના દિવસે ગ્રાહકોને આશ્ચર્યજનક ભેટ આપી હતી. જો કે, એવા કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં રાઇડર્સને નાતાલની ઉજવણી માટે હેરાન કરવામાં આવ્યા હતા. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના મધ્યપ્રદેશના ઈન્દોરમાં બની હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઝોમેટો રાઈડરને સાન્તાક્લોઝનો પોશાક ઉતારવાની ફરજ પાડવામાં આવી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે હિંદુ જાગરણ મંચના સભ્યોએ તેને અટકાવ્યો હતો અને તેનો ડ્રેસ ઉતારી દેવા માટે મજબુર કર્યો હતો.

વીડિયોમાં, Zomato રાઇડર દાવો કરતો જોવા મળે છે કે, તેની કંપનીએ કેટલાક ડિલિવરી એજન્ટોને સાન્તાક્લોઝના કોસ્ચ્યુમ આપ્યા છે. જો કે, જે વ્યક્તિ વીડિયો રેકોર્ડ કરી રહ્યો હતો તે પૂછતો જોવા મળે છે કે, શા માટે Zomato તેના રાઇડર્સને હિંદુ તહેવારો માટે તૈયાર થવાનું નથી કહેતું.

તે વ્યક્તિએ પૂછ્યું, 'તમે હિંદુ તહેવારોમાં વસ્તુઓની ડીલીવરી કરવા જાઓ છો ત્યારે ભગવાન રામના પોશાક કે ભગવા વસ્ત્રો કેમ નથી પહેરતા?' જ્યારે Zomato રાઇડરે આ વાતનો જવાબ ન આપ્યો તો વ્યક્તિને તેનું પૂરું નામ જણાવવા માટે કહેવામાં આવ્યું. તેના પર તેણે કહ્યું કે તેનું નામ અર્જુન છે. કેમેરાની પાછળ ઊભેલો વ્યક્તિ તેને હિન્દીમાં કહે છે, 'અર્જુન ભાઈ, આપણે હિંદુ છીએ. સાન્તાની પોશાક પહેરીને તમે શું સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છો?'

અર્જુનને કહેવામાં આવે છે, 'એક મિનિટ, ઉતારો, ટોપી ઉતારો.' Zomato રાઈડરે વિનંતી કરી કે કંપની તેની ID બ્લોક કરી દેશે, તે વાત આ લોકોએ સાંભળી નહીં. તેને તેનું લાલ સાન્તા જેકેટ અને પેન્ટ ઉતારવાનું પણ કહેવામાં આવે છે.

વીડિયોમાં જે વ્યક્તિએ તેને પોતાનો પોશાક ઉતારવાનું કહ્યું હતું, તે એવું કહેતા પણ સાંભળવા મળે છે કે, 'આ એવા લોકો છે જેમની બુદ્ધિ હિંદુ તહેવારો પર કામ કરતી નથી અને તેઓ ખ્રિસ્તી અને ઈસ્લામિક તહેવારો પર ખૂબ સારા સંદેશ આપતા રહે છે.'

વિડિયોના અંતે તે વ્યક્તિ ઝોમેટો રાઇડરનો સાન્તાનો પોશાક ઉતારવા બદલ આભાર માને છે અને 'જય શ્રી રામ' કહે છે. હવે આ ઘટનાના ફૂટેજ X જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યા છે. દરમિયાન, Zomatoએ તેના રાઇડરના સમર્થનમાં ન બોલવા બદલ ટીકાનો સામનો કરવો પડ્યો હતો જેને ક્રિસમસ પર સાન્તાનો પોશાક પહેરવા બદલ હેરાન કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp