26th January selfie contest

ઉપવાસમાં ખાવા માટે બનાવો તાજા દહીંનો કેસરીયો શ્રીખંડ

PC: techamuse.com

કુલ સમયઃ 5 કલાક

માત્રાઃ 2-3 વ્યક્તિ માટે

સામગ્રી

500 ગ્રામ તાજુ દહીં

50 ગ્રામ દળેલી ખાંડ

10-15 કેસરનાં તાર

1 ચમચી હુફાળું દૂંધ (કેસર પલાળવા માટે)

3-4 નંગ એલચીનો ભૂકો

5-6 નંગ બારીક સમારેલા પિસ્તા

5-6 નંગ બારીક સમારેલી બદામ

બનાવવાની રીત

તાજા દહીંને પાતળાં સુતરાઉ કપડાંમાં બાંધીને 2-3 કલાક માટે લટકાવી દો, હાથથી દબાવીને દહીંમાંથી બધું જ પાણી કાઢી નાંખો. કેસરને હુંફાળા દૂધમાં પલાળી રાખો. દહીંને કપડાંમાંથી બાઉલમાં કાઢી લો. તેમાં દળેલી ખાંડ અને એલચીનો ભૂકો નાંખી બરાબર મિક્સ કરી લો. દહીંનાં મિશ્રણમાં કેસરનું દૂધ નાંખી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં સમારેલા પિસ્તા અને બદામનાંખી હલાવી લો. આ મિશ્રણને બે કલાક માટે ફ્રિઝમાં મૂકી દો. શ્રીખંડ તૈયાર છે. તેને એક વાટકીમાં કાઢી તેને સમારેલી બદામ અને પિસ્તા વડે ગાર્નિશ કરો. ઠંડો-ઠંડો શ્રીખંડ મહેમાનોને ખવડાવો અને પોતે પણ ખાઓ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp