26th January selfie contest

શક્તિની ભક્તિ કરવાની સાથે-સાથે પ્રાચીન પરંપરા જાળવવાનો પ્રયાસ

PC: Khabarchhe.com

જૂનાગઢ એટલે તપોભૂમિ, ગિરનારની આ ભૂમિમાં નવરાત્રીની વિવિધ રીતે ઉજવણી થાય છે. તેમાં બેસીને ગાવામાં આવતા પ્રાચીન ગરબાની પરંપરા આજે પણ જીવંત રાખવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બે મંડળ એવા છે જેના સભ્યો આમંત્રણ આપનારના ઘરે જઈને બેઠા ગરબા ગાય છે.

નવી પરંપરા મુજબ વિવિધ જ્ઞાતિના લોકો દ્વારા પોતાના સમાજના યુવક યુવતીઓ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે અને પાર્ટી પ્લોટમાં થતા ગરબાના આયોજનના કારણે શેરી ગરબી લુપ્ત થવાના આરે છે. એક તરફ પ્રાચીન ગરબીઓ ધીમેધીમે લુપ્ત થવા જઈ રહી છે, ત્યારે બેઠા ગરબાની પરંપરા જૂનાગઢમાં આજે પણ જળવાયેલી જોવા મળે છે. નાગર-ગિરિનારાયણ બ્રાહ્મણ અને સોની પરિવારના લોકો નવરાત્રીમાં પોતાના ઘરે બેઠા ગરબાનું આયોજન કરે છે. જેમાં મંડળના સભ્યો આવીને પ્રાચીન ગરબા ગાય છે અને તેના દ્વારા શક્તિની ભક્તિ કરવામાં આવે છે.

જૂનાગઢમાં બેઠા ગરબા ખૂબ પ્રચલિત છે જે બે ગ્રુપ દ્વારા ગાવામાં આવે છે. આ બંને ગ્રુપના સભ્યો નવરાત્રીના દિવસો દરમિયાન વિવિધ યજમાનના ઘરે જઈને બેઠાં બેઠાં ગરબા ગાઈને શક્તિની ભક્તિ કરવાની સાથે સાથે પ્રાચીન પરંપરા જળવાઈ તેવા પ્રયત્ન કરી રહ્યા છે. નવી નીતિ સાથે સાથે પ્રાચીન સંસ્કૃતિ જળવાઈ રહે તેવા ગરબા કરવામાં આવે તેવી લોકોને અપીલ કરી રહ્યાં છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp