નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની આરાધના કષ્ટોથી અપાવશે મુક્તિ

PC: cloudfront.net

આ વખતે નવરાત્રિનાં ત્રીજા દિવસે નવદુર્ગાનાં ચોથા સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. જ્યોતિષનાં જાણકારો અનુસાર, દેવીનાં આ સ્વરૂપની ઉપાસનાથી મનુષ્ય જીવનનાં તમામ કષ્ટો દૂર થાય છે. ખાસ કરીને કુંડળીનાં બુધ સાથે સંકળાયેલી મુશ્કેલીઓને કુષ્માંડા દેવી દૂર કરે છે.

કુષ્માંડા દેવી કોણ છે?

કુષ્માંડા દેવી નવદુર્ગાનું ચોથું સ્વરૂપ છે. પોતાની હળવી સ્મીલથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમનું નામ કુષ્માંડા પડ્યું. તે અનાહત ચક્રને નિયંત્રિત કરે છે. માનાં આઠ હાથોને કારણે તેને અષ્ટભૂજા દેવી પણ કહે છે. સંસ્કૃત ભાષામાં કુષ્માંડાને કુમ્હડ કહે છે અને મા કુષ્માંડાને કુમ્હડા વિશેષરૂપથી પ્રિય છે. જ્યોતિષમાં મા કુષ્માંડાનો સંબંધ બુધ ગ્રહ સાથે છે.

પૂજા-વિધી

મા કુષ્માંડાનું પૂજન લીલા કપડાં પહેરીને કરવું જોઈએ. પૂજા દરમિયાન માતાજીને લીલી એલચી, વરિયાળી અને કુમ્હડા અપ્રિત કરવા. ત્યારબાદ, તેમનાં મુખ્ય મંત્ર ॐ કુષ્માંડા દેવ્યૈ નમઃI નો 108 વાર જાપ કરો. સિદ્ધ કુંજિકા સ્ત્રોતનો પાઠ પણ કરી શકાય.

મા કુષ્માંડાને પ્રસાદમાં શું ધરાવશો?

મા કુષ્માંડાનો પ્રિય ભોગ માલપૂડા છે. માતાજીને ભોગ ધરાવ્યા બાદ કોઈ બ્રાહ્મણને દાન કરો અને પોતે પણ પ્રસાદ ગ્રહણ કરો. માતજીનો પ્રસાદ ગ્રહણ કરવાથી બુદ્ધિનો વિકાસ થવાની સાથોસાથ નિર્ણય ક્ષમતા પણ સારી થાય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp