મા કાત્યાયનીની પૂજા કરવાથી થશે લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર

PC: shrimathuraji.com

મા કાત્યાયનીને મા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે. નવરાત્રિનાં છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. મા કાત્યાયની પોતાનાં ભક્તો પર હંમેશાં કૃપા દ્રષ્ટિ રાખે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. મા કાત્યાયનીનો જન્મ મહ્રિષી કાત્યાયનનાં ઘરે થયો હતો. મહ્રિષી કાત્યાયની તપસ્યા કરીને મા દુર્ગાને પ્રસન્ન કર્યા હતાં. તેનાંથી પ્રસન્ન થઈને મા દુર્ગાએ તેમનાં ઘરે પુત્રી તરીકે જન્મ લીધો હતો. આ કારણે તેમનું નામ કાત્યાયની રાખવામાં આવ્યું હતું.

જો તમે સાચા મનથી તેમની પૂજા-અર્ચના કરો તો મા કાત્યાયની તમારા તમામ કષ્ટો દૂર કરશે. ઘરમાં સુખ-શાંતિ રહેશે. ધનમાં વૃદ્ધિ થશે. તેમજ ઘકમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. 

કાત્યાયની દેવીની પૂજાથી મળશે આ લાભો

લગ્નમાં વિલંબ થતો હોય કે સંબંધ તૂટી ગયો હોય

લગ્ન બાદ સમસ્યાઓ, પતિ-પત્નીનાં સંબંધમાં સમસ્યા

રિલેશનશિપની સમસ્યા, છૂટાછેડાની સમસ્યા

મંગશ દોષની સમસ્યા

મનગમતો જીવનસાથી મેળવવો

પ્રેમ અથવા સંબંધમાં મુશ્કેલી

આ તમામ સમસ્યાઓનાં નિવારણ માટે મા કાત્યાયનીની પૂજા ખૂબ જ લાભકારક હોય છે. 

પૂજા સામગ્રી

શ્રીફળ, કળશ, ગંગાજળ, ચોખા, ચુંદડી, મધ, અગરબત્તી, ધૂપ, દીવો અને ઘી.

કાત્યાયની પૂજા મંત્ર

મા કાત્યાયનીને પ્રસન્ન કરવા માટે 3થી 4 ફુલ લઈને નીચે લખેલા મંત્રનો 108 વાર જાપ કરવો. ત્યારબાદ તેમને પુષ્પ અર્પણ કરવા.

ચંદ્ર હાસોજ્જ વલકરા શાર્દૂ લવર વાહના I

કાત્યાયની શુભં દઘા દેવી દાનવ ઘાતિનિ II

પૂજન વિધી

સવારે સુર્યાસ્ત પહેલા ગંગાજળ નાંખીને સ્નાન કરવું, ત્યારબાદ મા કાત્યાયનીનું મનથી ધ્યાન કરતા રહો.

ત્યારબાદ શ્રીફળને કળશ ઉપર મૂકો. પછી તેનાં પર ચુંદડી ઓઢાડી પૂજા કરો.

મા કાત્યાયનીને હળદર અને ચોખાનો ચાંદલો કરી ઘીનો દીવો કરો.

મા કાત્યાયનીને મધ ખૂબ જ પ્રિય હોય છે, આથી તેમને મધનો ભોગ ધરાવો.

પૂજા પૂર્ણ થયા બાદ ઘરનાં દરેક સભ્યોનાં હાથમાં નાળાછડી બાંધો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp