વિરમગામ હાઇ-વે નજીક આવેલા એક ખેતરમાંથી ઓઇલ ચોરીનું કૌભાંડ પકડાયું

PC: Youtube.com

વિરમગામ હાઇ-વે નજીકના ખેતરમાંથી ઓઇલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. વિરમગામ પોલીસને બાતમી મળી હતી કે વિરમગામ હાઇ-વે પાસે આવેલા એક ખેતરમાં કેટલાક ઇસમો દ્વારા IOC કંપનીની પાઇપ લાઇનમાંથી ઓઇલ ચોરી કરવામાં આવે છે. બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યા પર વોચ ગોઠવી હતી અને જ્યારે આરોપીઓ ઓઇલની ચોરી કરવા માટે આવ્યા ત્યારે બે આરોપીઓને રંગેહાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ 10 ટેન્કર ઓઇલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપીઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓએ ઓઇલની ચોરી કરવા માટે ખેતરમાંથી પસાર થતી IOCની લાઇનમાં પંચર કર્યું હતું અને એ પંચર મારફતે તેઓ ઓઇલ ચોરી કરતા હતા.

પોલીસના હાથે ઝડપાયેલા બે આરોપી ઉપરાંત આ કામના બે મુખ્ય સૂત્રધાર ફરાર છે. પોલીસે આ ઓઇલ ચોરી કૌભાંડના મુખ્ય બે આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમોને કામે લગાડી છે અને ખેતરમાંથી પસાર થતી ઓઇલની પાઇપ લાઇનમાં પંચર હોવાથી IOCને જાણ કરી હતી. જેના પગલે IOCના કર્મચારીઓ દ્વારા પાઇપ લાઇનમાં આરોપીઓએ કરેલા પંચરને સાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp